Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના પોઝિટિવ યુવતી પોતાના લગ્નમાં હાજરી ન આપી શકી તો દર્દીઓએ કોરોના વોર્ડમાં જ કર્યો ડાન્સ

વિડિયો વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેને સરપ્રાઈઝ આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૨૯: કોરોના વાયરસની મહામારીએ તમામ લોકોનું પ્લાનિંગ ખોરંભે ચડાવ્યું છે. પછી તે લગ્ન કરવાનું હોય કે બિઝનેસનું હોય કે પછી હોય અન્ય પ્રસંગ. જોકે, કેટલાક લોકો એવા પણ છે. જે લગ્ન કરી રહ્યાં છે કારણકે તેમની વાત ખૂબ જ આગળ વધી ચૂકી હતી અને હવે લગ્ન કરી લીધા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો. આ દરમિયાન એવા જ એક લગ્નમાં યુવતી કોરોના પોઝિટિવ નીકળી જેથી તે પોતાના લગ્નમાં જ હાજરી આપી શકી નહોતી. જોકે, હવે તેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેને સરપ્રાઈઝ આપવામાં આવી હતી.

આ દરમિયાન કેરળના એક કોવિડ કેર સેન્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જયાં હાજર રહેલા લોકોએ આ યુવતીને સરપ્રાઈઝ આપ્યું જે કોરોના પોઝિટિવ થઈ હતી. આ કારણે તે પોતાના લગ્નમાં જ હાજરી આપી શકી નહોતી.

કોવિડ પોઝિટિવ થયા પછી પરિવારજનોએ લગ્ન પોસ્ટપોન કરવાના બદલે તેના લગ્ન કરાવી દીધાં. હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એર્નાકુલમના Mattanchery સ્થિત કોવિડ કેર સેન્ટરમાં દુલ્હનને બાકી દર્દીઓ સાથે જ સેલિબ્રેશન કરતા જોવા મળે છે. જુઓ વિડીયોઃ

વિડીયોમાં કેટલાક દર્દીઓ ચિયર કરવા માટે દુલ્હનની આજુબાજુ ડાન્સ પણ કરી રહ્યાં છે અને Parava ફિલ્મના ગીત Vadakkele pathooneના ગાઈ રહ્યા છે. વિડીયોના અંતે દરેક લોકો એકસાથે આવે છે અને પછી સેલ્ફી કિલક કરે છે.

(10:17 am IST)