Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

૭૫ વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા

ઓડિશાના જયપુર જિલ્લામાં એક દાદા લગભગ ૭૫ વર્ષથી વધુ સમયથી અનોખો શિક્ષણયજ્ઞ ચલાવી રહ્યા છે

ભુવનેશ્વર, તા.૨૯: ઓડિશાના જયપુર જિલ્લામાં એક દાદા લગભગ ૭૫ વર્ષથી વધુ સમયથી અનોખો શિક્ષણયજ્ઞ ચલાવી રહ્યા છે. ઇચ્છે તો તેઓ શિક્ષક તરીકે કારકિર્દી બનાવીને એમાંથી સારીએવી કમાણી કરી શકયા હોત, પણ તેમણે શિક્ષણ આપીને કમાવાની વાતને મંજૂર નથી રાખી. તેમણે તો ફ્રીમાં બાળકોને શિક્ષણ આપવાનો મહાયજ્ઞ શરૂ કરેલો. જે પરિવારો આર્થિક મુશ્કેલી અનુભવતા હોય તેમના બાળકોને એક વૃક્ષ નીચે ફ્રીમાં શિક્ષણ આપે છે નંદા પ્રેસ્ટી નામના આ દાદા. ઓડિશાના જયપુર જિલ્લાના બારટંડા ગામમાં આ શિરસ્તો લગભગ ૭૫ વર્ષથી ચાલી રહ્યો છે. વર્ષો પહેલાં ગામના સરપંચે સરકારને અપીલ કરી હતી કે જેમાં વૃક્ષની નીચે ચાલતી સ્કૂલ માટે પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી આપવાની વિનંતી કરી હતી. જોકે વર્ષો સુધી સરકાર તરફથી કોઈ મદદ મળી નહીં અને આ છતાં આ શિક્ષકે તેનો શિક્ષણ યજ્ઞ રોકયો નહીં.

નંદભાઈ જયારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેને ખબર પડેલી કે ગામના દ્યણા લોકો અભણ છે અને પોતાની સહી સુદ્ઘાં નથી કરી શકતા. ત્યારે તેણે પ્રૌઢલોકોને લખતા-વાંચતાં શીખવાનું બીડું ઝડપ્યું. જોકે પુખ્તોને ભણવામાં રસ પડતાં હવે પ્રૌઢશિક્ષણના કલાસ પણ ચાલે છે.

(12:52 pm IST)