Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સાવધાન...એક ભૂલ કરશો અને એકાઉન્ટ થઇ જશે ખાલી

એસબીઆઇએ વોટસએપ કોલ અને મેસેજ બાબતે લોકોને કર્યા સાવચેત : બેંક કયારેય પણ મેસેજ, કોલ, ઇમેલ કે વોટસએપ થી ખાતાની કોઇપણ માહિતી માંગતી નથી

નવી દિલ્હી : ડીજીટલ પેમેન્ટ વધવાની સાથે જ ઓનલાઇન બેકીંગ છેતરપિંડી પણ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા(એસ બી  આઇ) એ આવા ઠગોથી બચવા માટેના ઉપાયો બતાવ્યા છે. એસબીઆઇએ લોકોને વોટસએપ કોલ અથવા મેસજથી સાવધ રહેવા કહ્યું છે. બેંક કયારેય પણ મેસેજ, કોલ, ઇમેલ અથવા વોટસએપ દ્વારા ખાતાની કોઇપણ માહિતી માંગતી નથી  લોટરી અથવા ઇનામ જીતવાના નામે ખાતા સંબધી માહિતી માંગતા મેસેજ હંમેશા બોગસ હોય છે. આવા મેસેજ પર વિશ્વાસ ન કરવો. ઠગ લોકો તમારી એક નાનકડી ભૂલનો ફાયદો ઉઠાવીને તમારૂ અકાઉન્ટ ખાલી કરી શકે છે. બેંકે સાવધ અને જાગૃત રહેવા જણાવ્યું છે. જેથી ઓનલાઇન છેતરપિંડી રોકી શકાય.
 

(12:52 pm IST)