Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

મિસ શેરલોકના નામથી પ્રસિદ્ધ જાપાનની અભિનેત્રીના મૃત્‍યુ પછી લોકો આત્‍મહત્‍યા કરવા લાગ્‍યાઃ સરકાર ચિંતિત

ટોકિયો: મિસ શેરલોક ના નામથી દુનિયાભરમાં ઓળખ મેળવનારી પ્રસિદ્ધ જાપાની અભિનેત્રી યુકો તાકેયુચીના મૃત્યુથી જાપાન હચમચી ગયુ છે. અભિનેત્રીના મૃત્યુ બાદ સતત ત્યાં આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. આત્મહત્યાના વધતા કેસથી ચિંતિત જાપાની સરકારે લોકોને આત્મહત્યા ન કરવાની અપીલ કરી છે.

લોકો પાસે મદદની અપીલ

પ્રસિદ્ધ અભિનેત્રી યુકો તાકેયુચીના મોત બાદ જાપાનની સરકારે લોકોને અપીલ કરી છે કે જો તેઓ સંઘર્ષ કરી રહ્યા હોય, પરેશાન હોય તો બીજાની મદદ લે. લોકોને પણ જે લોકો આત્મહત્યા કે જીવલેણ પગલાં તરફ આગળ વધતા હોય તેવા લોકોની મદદ કરવાની અપીલ કરી છે.

કોરોનાકાળમાં વધ્યા કેસ

મુખ્ય કેબિનેટ સચિવ કટ્યુનોબુ કાટોએ અભિનેત્રીના મૃત્યુનો તો ઉલ્લેખ નથી કર્યો પરંતુ કહ્યું કે કેટલાક લોકો કોરોના વાયરસ સંકટ દરમિયાન સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જુલાઈ બાદથી આત્મહત્યાના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે. તેને ગંભીરતાથી લેવું પડશે. આખરે આટલા લોકો જીવ કેમ આપી રહ્યા છે? તેમણે જનતાને આત્મહત્યા રોકથામ હોટલાઈન અને અન્ય સેવાઓનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

જાપાનમાં સિતારાઓ સતત કરી રહ્યા છે આત્મહત્યા

અત્રે જણાવવાનું કે અભિનેત્રી યુકો તાકેયુચી હાલમાં જ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવતા જાપાનમાં સન્નાટો છવાઈ ગયો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં લોકપ્રિય અભિનેત્રી સેઈ આશિનાએ પણ આત્મહત્યા કરી હતી. અભિનેત્રી હારુમા મિઉરા અંગે પણ કહેવાય છે કે તેણે જુલાઈમાં આત્મહત્યા કરી હતી.

આત્મહત્યાના કેસમાં 15 ટકાનો વધારો

અત્રે જણાવવાનું કે જાપાનમાં લગભગ 1900 લોકોના આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. આ આંકડા મુજબ ગત વર્ષે જાપાનમાં જે લોકોએ આત્મહત્યા કરી હતી તે આંકડા જોઈએ તેની સરખામણીએ 15.3 ટકા વધુ છે.

(5:02 pm IST)