Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભારતની 'ફેલુદા' કોવિડ-19 તપાસ RT-PCRની તુલનાએ સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિકોનો દાવો

પરીક્ષણની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં પરિણામ

નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતની સીઆરઆઈએસપીઆર 'ફેલુદા' કોવિડ-19 તપાસ (CRISPR Feluda COVID-19 Testing)આરટી પીસીઆરની (RT-PCR)સરખામણીમાં સસ્તી, ત્વરિત અને આસાન છે. 'ફેલુદા'નું નામ સત્યજીત રેના પ્રખ્યાત જાસુસ પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે. આ પરીક્ષણની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં તેના પરિણામ આવી જાય છે. સીએસઆઈઆર-જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (IGIB) અને ટાટા સમૂહે વિકસિત કરી છે.

ભારતીય ઔષધી મહાનિયંત્રકે (DCGI) તેની વ્યયસાયિક શરૂઆતને મંજૂરી આપી દીધી છે. સીએસઆઈઆર-આઈજીઆઈબી (CSIR-IGIB)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પરીક્ષણ વિકસિત કરનારી ટીમમાં સામેલ દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું કે આ ગર્ભાવસ્થા પરીક્ષણની જેમ છે અને આ માટે કોઈ મોંઘા મશીનની જરૂર નથી.
  ભારતમાં હાલ કોવિડ-19ના 61 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. વિષાણું વિજ્ઞાન વિશેષજ્ઞ ઉપાસના રે એ આ કોવિડ તપાસ આરટીપીસીઆરની સરખામણીમાં સસ્તી છે. આરટીપીસીઆરમાં 1600 રૂપિયાથી વધારે ખર્ચ આવે છે. ઉપાસના રે એ કહ્યું કે રેપિડ એન્ટીજન તપાસ રિપોર્ટ 30 મિનિટમાં આવે છે અને ફેલુદા તપાસમાં થોડા વધારો એટલે કે 45 મિનિટનો સમય લાગે છે પણ આ વધારે સટીક અને વિશિષ્ઠ છે.

(6:28 pm IST)