Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ યથાવત્: લોકડાઉન 30 નવેમ્બર સુધી લંબાવાયુ

ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધુ

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના જોખમનું સ્તર હજી ઉંચુ છે. જેને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્રની સરકારે કડક હાથે રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી કડક લોકડાઉન રહેશે. નવેમ્બરમાં મહિનામાં જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તેની તકેદારીના ભાગરૂપે મહારાષ્ટ્રની સરકારે રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો યોગ્ય નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધુ છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર રાજ્ય હજી પણ કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 130,286 સાથે ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 16,60,766 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા 43,554 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રનો દેશમાં કોરોના મહામારાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં સમાવેશ થાય છે. એક બાજુ હાલ દેશમાં કોરોના નવા કેસોની સંખ્યા ઘટી છે ત્યારે બીજી બાજુ સંક્રમણના જોખમને લઈને

 મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યાં 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા હતા શાળા અને કોલેજોને તથા કોચિંગ સેન્ટરોને હાલ પુરતા બંધ રાખવાની જ ફરજ પાડી છે. રાજ્ય સરકારે મંગળવારે જ પશ્ચિમ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વેને પત્ર લખીને લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાની ભલામણ કરી છે.

(9:09 pm IST)