Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજયસભાના ઉમેદવારના નામાંકનનો વિરોધ કરવાવાળા ૭ બાગી ધારાસભ્‍યની બસપામાંથી હકાલપટ્ટી

નવી દિલ્‍હી : બસપા પ્રમુખ માયાવતીએ ઉતરપ્રદેશથી પાર્ટીના રાજયસભા ઉમેદવાર રામજી ગૌતમના નામાંકનનો વિરોધ કરવાવાળા ૭ બાગી ધારાસભ્‍યોની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. સાતેય બાગી ધારાસભ્‍યોએ સપા પ્રમુખ અખિલેશ યાદવથી મુલાકાત કરી હતી. આમાંથી ૪ એ આરોપ લગાવ્‍યો હતો કે ગૌતમના નામાંકનમાં એમના હસ્‍તાક્ષર નકલી છે.

(9:46 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST