Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

દિલ્હી સરકારે ટેસ્ટિંગ રણનીતિ બદલાવતા કોરોના કેસમાં જબરો વધારો: સત્યૈન્દ્ર જૈન

હવે પરિવારના સભ્યો અને નિકટના લોકોનો પણ ટેસ્ટ કરાય છે

નવી દિલ્હી : દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યૈન્દ્ર જૈનએકહ્યું કે સરકારે કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. હવે પરિવારના સભ્યો અને કોરોના પોઝિટીવ દર્દીઓના નિકટના લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

   દિલ્હીમાં બુધવારે પહેલી વખત કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 5 હજાર 673 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કે એક જ દિવસમાં કોરોનાથી 40 લોકોના મોત થયા હતા. જ્યારે સત્યૈન્દ્ર જૈનને દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આપણે રાજધાનીમાં આ પ્રકારની સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી રાહ જોવી જોઇએ. હજુ આ અંગે કંઇ પણ કહેવું ઉતાવળીયું ગણાશે.

(11:29 pm IST)