Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કેલિફોર્નિયાના જંગલમાં ફરીવાર ભીષણ આગ ભભુકી ત્રણ લોકોના :હજારોનું કરાયું સ્થળાંતર

સોનોમા કાઉન્ટીમાં ભારે પવન સાથે આગ: અનેક ઘરો બળીને ખાખ : નાપા અને સોનોમા કાઉન્ટીમાં અલગ અલગ 30 જગ્યાઓ પર આગ: 70 હજાર લોકોનું સ્થળાંતર

કેલિફોર્નિયાના જંગલોમાં ફરી એક વખત ભીષણ આગ ભભૂકી છે. થોડા સમય પહેલા પણ કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી હતી જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો સામે ઘણું મોટુ નુકસાન પણ થયું હતું. ત્યારે હવે ફરી એક વખત ઉત્તરી કેલિફઓર્નિયાના સોનોમા કાઉન્ટીમાં સોમવારે ભારે પવન સાથે આગ લાગી છે. આગની ઝપેટમાં આવીને અનેક ઘરો બળી ગયા છે. તો વિસ્તારના 70 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આગના કારણે ત્રણ લોકોના જીવ પણ ગયા છે. નાપા અને સોનોમા કાઉન્ટીમાં અલગ અલગ 30 જગ્યાઓ પર નાની મોટી આગ લાગી છે. ત્રણ વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં આવી ભીષણ આગ લાગી હતી, જેના કારણે 22 લકોના જીવ ગયા હતા.

અત્યાર સુધીમાં લગભગ 68000 લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તો બાકીના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને સુચના આપી છે કે ગમે ત્યારે આ જગ્યા છોડીને જવા માટે તૈયાર રહો. અકબાજુ કોરોના મહામારી અને બીજી તરફ આગના કારણે કેલિફોર્નિયામાં હાહાકાર મચ્યો છે. કેલિફોર્નિયા રાજ્યના ગવર્નરે આ આગને 2020ની સૌથી ભીષણ આપત્તિ ગણાવી છે.

(12:00 am IST)