Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સૌરાષ્ટ્રની ૫ બેઠકો પર પેટાચૂંટણી માટે કોંગ્રેસના મુરતિયાઓ તૈયાર

કોંગ્રેસમા આજે પેટાચૂંટણીના ઉમેદવારની પેનલ તેયાર થશે

નવી દિલ્હી, તા.૩૦: સૌરાષ્ટ્રની ૫ બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ તૈયાર છે. સૌરાષ્ટ્રની ધારી, મોરબી, લીંબડી, ગઢડા પર પેટાચૂંટણી કચ્છના અબડાસામા વિધાનસભાની પેટાચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. ધારી, મોરબી, અબડાસામાં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ MLAના ટીકીટ કન્ફર્મ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. ભાજપ માટે લીંબડી અને ગઢડામાં મૂરતીયા શોધવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે. લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાનુ નામ મોખરે છે. ગઢડા બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમારની શકયતા છે.

કોંગ્રેસમા આજે પેટાચૂંટણીના ઉમેદવારની પેનલ તેયાર થશેં. કોંગ્રેસના કયા કયાં ઉમેદવાર ચર્ચામાં છે. તેની એકસલુજીવ પેનલ વિશેની માહિતી આ રહી.

. ધારી બગસરા વિધાનસભા બેઠક, કોંગ્રેસના ઉમેદવારમા સુરેશ કોટડીયા,પ્રદીપ કોટડિયા, જેનીબેન વિરજીભાઈ ઠુંમર, મોરબી વિધાનસભા બેઠક, જયંતિભાઈ  જયરાજ  પટેલ,  કિશોર ચીખલીયા, મનોજ પનારા

આમાં જયંતિભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અને કિશોર ચીખલીયા જિલ્લા પંચાયત પ્રમુખ છે .

. લીંબડી વિધાનસભા બેઠક, કલ્પનાબેન ધોલીયા, ચેતનભાઈ ખાચર, ભગીરથસિંહ રાણા, જેમા કલ્પના બેન જિલ્લા પંચાયત પ્રમુખ છે અને ખાચર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે

. ગઢડા વિધાનસભા બેઠક મોહનભાઈ સોલંકી, મુકેશભાઈ શ્રીમાલી, જગદીશ ચાવડા, વશરામ સાગઠીયા આમાં મોહનભાઈ સોલંકી બિલ્ડર અને કોંગ્રેસ ના આગેવાન છે મુકેશ શ્રીમાલી મહારાષ્ટ્ર ભાજપ માથી કોંગ્રેસ માં આવ્યાં છે અને સક્રિય કાર્યકર છે.

. અબડાસા વિધાનસભા બેઠક અબડાસામા એક જ નામ મોખરે કોંગ્રેસમા વીસનજી પાંચાલી.

(9:57 am IST)