Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજસ્થાનમાં ટાંકીનું નિર્માણ કરતી વખતે ભેખડ ધસી પડતા 3 મજૂરોના કરૂણમોત

નરેગા યોજના હેઠળ ટાંકીના નિર્માણ: અંદાજે 12 ફુટ ટાંકીનું ખોદકામ ચાલુ હતું ત્યારે ભેખડ ધસી પડી

રાજસ્થાનના બાડમેરના બાયુતમાં ટાંકીનું નિર્માણ કામ કરતા સમયે ભેખડ ધસી પડતા 3 મજૂરોના મોત થયા છે. પ્રશાસને રેસ્કયૂ ઓપરેશન કરી 3 મજૂરોના મૃતદેહને બહાર કાઢ્યા છે.

 આ અંગે મળતી વિગત મુજબ બાડમેરના ગિડા વિસ્તારમાં નરેગા યોજના હેઠળ ટાંકીના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભેખડ ધસી પડતા 3 મજૂરોના મોત થયા છે. પ્રશાસને રેસ્કયૂ ઓપરેશન શરુ કરી મૃતદેહને બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે.

 આ સમગ્ર ઘટના અંગે લોકોને જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. જેસીબીની મદદથી બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, અંદાજે 12 ફુટ ટાંકીનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભેખડ ધસી પડતા મજૂરો દબાયા હતા. ગામના લોકોએ સમગ્ર ઘટના અંગે પ્રશાસને જાણ કરતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપવામાં આવશે.

(10:41 am IST)