Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

શિયાળામાં વધુ ઘાતકી બનશે કોરોના

નવી દિલ્હી,તા. ૩૦:દેશમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે ત્યારે અનેક દેશમાંથી રાહતના સમાચાર સાથે અનેક જગ્યાએ તેનો આંક ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. સૌથી વધુ સંક્રમિત ૫ રાજયોથી રાહત મળી છે ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલમાં નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે ચિંતા વ્યકત કરી છે કે કોરોના વાયરસ હજુ પણ બેકાબૂ બની શકે છે. ખાસ કરીને શિયાળામાં તે ઘાતકી બની શકે છે.

દેશમાં તહેવારોની સીઝન શરૂ થઈ છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને પણ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ કયાંક વધી રહ્યું છે અને કયાંક ઘટતું જોવા મળે છે. દેશભરના આંકડા પર નજર કરીએ તો કોરોનાનો કુલ દૈનિક આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે અને સાથે જ સ્થિતિ એવી પણ છે કે અનલોક ૫ના સાથે જ કેટલીક જગ્યાઓએ સ્વયંભૂ લોકડાઉન અને કયાંક નિયમાનુસાર લોકડાઉન લગાવવું જરૂરી બન્યું છે.

આ પરિસ્થિતિ અને આંકડા બંને વિપરિત જોવા મળી રહ્યા છે.

(11:08 am IST)