Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રિલાયન્સ રિટેલમાં ૦.૮૪% હિસ્સેદારી માટે ૩,૬૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરશે જનરલ એટલાંટિક

નવી દિલ્હી, તા.૩૦: રિલાયન્સ જિયોમાં મોટું રોકાણ કર્યા બાદ હવે અમેરિકન પ્રાઇવેટ ઇકિવટી ફર્મ જનરલ અટલાન્ટિક RRVLમાં ૩૬૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં ૦.૮૪ ટકા હિસ્સેદારી મળશે. આ મહિનાના શરૂઆતમાં દુનિયાની દિગ્ગજ ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક એ પણ રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલ (RRVL)માં ૧.૭૫ ટકાની હિસ્સેદારી મળી છે. બીજી તરફ, અમેરિકન કંપની KKRએ રિલાયન્સ રિટેલમાં ૧.૭૫ ટકા હિસ્સેદારી ૫૫૫૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. RRVLના સહાયક કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતની સૌથી ઝડપથી વધી રહેલા રિટેલ બિઝનેસનું સંચલન કરે છે.

RIL-General Atlantic Deal-  રિલાયન્સ રિટેલમાં જનરલ અટલાન્ટિક ૦.૮ ટકા હિસ્સેદારી ૩૬૭૫ કરોડ રૂપિયામાં ખરીદશે. જનરલ અટલાન્ટિકે રિલાયન્સ રિટેલમાં ૪.૨૮ લાખ કરોડના વેલ્યૂએશન પર રોકાણ કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે જનરલ અટલાન્ટિકની સાથે અમારા સંબંધોને આગળ વધારવાની ખૂબ ખુશી છે. કારણકે અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેને સામન રૂપથી સશકત બનાવવા અને અંતે ભારતીય રિટેલને બદલવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. રિલાયન્સ રિટેલની જેમ, જનરલ અટલાન્ટિક ભારત અને દુનિયાભરમાં પ્રગતિ, વિકાસ અને સમાવેશન માટે ડિજિટલ સક્ષમતાની મૌલિક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે.

જનરલ અટલાન્ટિકના મુખ્ય કારોબારી અધિકારી બિલ ફોર્ડે કહ્યું કે, જનરલ અટલાન્ટિક દેશના રિટેલ ક્ષેત્રમાં પર્યાપ્ત સકારાત્મક ફેરફાર લાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા બિઝનેસ મિશનનું સમર્થન કરવા માટે ઉત્સાહિત છીએ.

જનરલ અટલાન્ટિકનું રિલાયન્સ ગ્રુપમાં આ બીજું રોકાણ છે. આ પહેલા તેણે જિયો પ્લેટફોર્મ્સમાં ૬,૫૯૮.૩૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. દેશના સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સે ૨૦૦૬માં શરૂઆત કરી હતી. સૌથી પહેલા આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યા હતા. કંપનીનો આઇડિયા હતો કે તે નજીકના બજારમાંથી ગ્રાહકોને ગ્રોસરી અને શાકભાજી ઉપલબ્ધ કરાવે. ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની શરુઆતમાં કંપની કન્ઝૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડકટસ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ કંપનીએ ઇલેકટ્રોનિકસ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ ડગલાં માંડ્યા.

ઇલેકટ્રોનિક રિટેલ ચેનને કંપનીએ ૨૦૦૭માં લોન્ચ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૮ અને ૨૦૧૧માં રિલાયન્સે ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ અને રિલાયન્સ માર્કેટની શરૂઆત કરી. ૨૦૧૧ સુધી રિલાયન્સ રિટેલના સેલ્સથી કમાજ્ઞી ૧ અબજ ડોલરને પાર પહોંચી ગઈ હતી. રિલાયનસ રિટેલની નજર લાખો ગ્રાહકો અને લદ્યુ અને નાના ઉદ્યમોને સશકત કરવા અને પસંદગીના ભાગીદારોના રૂપમાં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની સાથે મળી કામ કરતા ભારતીય રિટેલ બજારને ફરીથી સંગઠિત કરવા પર છે.

(11:09 am IST)