Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

૨૦૨૧માં ભારતનો જીડીપી ૧૧ ટકા ઘટશેઃ ઇક્રા

ઇક્રાએ અગાઉ જીડીપી ઘટવાનો અંદાજ સાડા નવ ટકા જાહેર કર્યો હતો

મુંબઇ,તા. ૩૦: નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ૧૧ ટકા ઘટવાનો નવો અંદાજ સ્થાનિક રેટિંગ એજન્સી ઇક્રાએ જાહેર કર્યો હતો.

ઇક્રાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના નવા કેસ વધ્યા હોવાથી એમણે પોતાના અંદાજમાં ફેરફાર કર્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧ના પહેલા ત્રિમાસિક ગાળાના સત્ત્।ાવાર જીડીપી ડેટાની જાહેરાતમાં જીડીપી ૨૩.૯ ટકાનો ઘટાડો હોવાનો અંદાજ દર્શાવાયા બાદ કેટલાક નિષ્ણાતોએ જીડીપીમાં ૧૪ ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ બાંધ્યો હોવાની વાતની અત્રે નોંધ લેવી રહી.

રિઝર્વ બેન્કે હજુ પોતાનો જીડીપી માટેનો અંદાજ જાહેર કર્યો નથી, પણ એ ઘટશે એવી વાત જણાવી હતી.

આ સાથે ઇક્રાએ જણાવ્યું છે કે નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્રોના ડેટા આવ્યા બાદ જો નાણાકીય વર્ષ ૨૦૨૧ના પહેલા ત્રિમાસિક ગાળાના સત્ત્।ાવાર જીડીપી ડેટામાં ફેરફાર થશે તો નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેનો જીડીપીનો અંદાજ ૧૧ ટકા ઘટવાની શકયતા છે.

ચાલી રહેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ઇક્રાએ અગાઉ જાહેર કરેલ ૧૨.૪ ટકાનો જીડીપી દર યથાવત્ રાખ્યો છે.

ઇક્રાએ નાણાકીય વર્ષ ૨૦૨૧ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળા માટેના જીડીપી અંદાજમાં ફેરફાર કરીને અનુક્રમે ૫.૪ ટકા અને ૨.૫ ટકાનો ઘટાડો દર્શાવ્યો છે.

(11:10 am IST)