Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પ૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો આવતીકાલથી TCS ભરવો પડશે

૭ લાખથી વધુનું ફોરેન એકસચેંજ ખરીદનાર માટે પાંચ ટકા TCS

નવી દિલ્હી તા. ૩૦ :.. પ૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો ૧ લી ઓકટોબરથી ૦.૭પ ટકા  લેખે TCS  ભરવો પડશે સાત લાખથી વધુનું ફોરેન એકસચેંજ ખરીદનારને પાંચ ટકાTCS ભરવો પડશે. પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા TDSના કાયદાથી પ્રભાવિત થશે કેમ કે, તેમને બાળકો માટે ફોરેન એકસચેન્જ ખરીદવું પડતું હોય છે. સરકાર દ્વારા કર ચોરી અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે, તેને કારણે કરદાતાઓની મુશ્કેલીઓ વધશે.

TCSના અમલ અને તેની જોગવાઇ અંગે વિસ્તૃત માહિતી આપતા ટેકસ એડવાઇઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે આવકવેરાના ર૦ર૦ના રજૂ કરાયેલા નાણાં બિલમાં ટેકસનું કલેકશન વધારવા માટે તેમજ અતિશય થતી કરચોરી અટકાવવા માટે આવકવેરાની કલમ ર૦૬૦ માં કેટલાક સુધારા  દાખલ કરવામાં આવ્યા છે. આ સુધારાઓ અનુસાર કોઈ વેપારી જયારે બીજા વેપારીને વેચાણ કરે છે અને જયારે આ વેચાણનું પેમેન્ટ સ્વીકારે છે. આવા વેપારીને પહેલી ઓકટોબર પછી વેચાણનો સરવાળો જયારે ૫૦ લાખ કે તેથી વધારે થશે ત્યારે આવા વધારાના દરેક વેચાશ ઉપર તેણે ૦.૦૭૫ ટકા લેખે વધારાના રકમ માલ લેનાર પાસેથી વેચાણ કિંમત ઉપરાંત ઉધરાવવાનો રહેશે. જેની TCS સ્વરૂપે આવકવેરામાં જમા કરાવવાનો રહેશે.

તદુપરાંત આવા વેપારી પાસેથી પાન કે આધાર નંબર પણ મેળવવાનું રહેશે. જો ખરીદનાર વેપારી પાસે પાન કે આધાર નંબર નહીં હોય તો TCS એક ટકા લેખે ભરવો પડશે. આ સુધાર જોકે૫૦ લાખની મર્યાદાની ગણતરી અગાઉના દિવસથી ગણવાની રહેશે. એટલે કે, ૧લી એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કોઈ એક વેપારીને ૪૦ લાખનું પેમેન્ટ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે અને ત્યારબાદ ઓકટોબર માસમાં બીજા વીસ લાખનું પેમેન્ટ સ્વીકારે તો તેને ૬૦ લાખ ઉપર ૦.૦૭૫ ટકા લેખે ૪૫૦૦ રૂપિયા કિરસામાં પાન કે આધાર રજૂ નહીં કરનાર વેપારી આવા કેસમાં રૂ. ૪૫ હજાર TCSના ભરવા પડશે. મોટાભાગના વેપારીઓ ખાસ કરીને હોલસેલના બિઝનેસ કરતા વેપારીઓ અને એમાય બુલિયનના વ્યાપારીઓએ સોફ્ટવેરમાંસુધારા કરવા પડશે. ૫૦ લાખ કરતા વધુ પેમેન્ટ આવ્યું છે કે નહીં તેના માટે વેપારીઓ પોતાના સોફ્ટવેરમાં પણ સુધારો કરવો પડશે. કારણ કે, જો TCS વસૂલ કરીને જમા નહીં કરવામાં આવે તો ઇન્કમટેકસ વિભાગ દ્વારા ૧લી ઓકટોબરથી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ માટે ૫૦ લાખ ઉપરનું પેમેન્ટ માટે સતત ઇન્વોઇસ કે બીલ ચેક કરવાના બદલે વેપારીઓએ પોતાના સોફ્ટવેરમાં તેની ગણતરી થાય તે પ્રમાણેની વ્યવસ્થા આગામી દિવસોમાં ઉભી કરવાની રહેશે.

બાળકોને વિદેશ ભણવા મોકલનારા માતા-પિતા નવા કાયદાથી પ્રભાવિત થશે

વિદેશ રહેતા અને ભણવા જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ આ મુદો ખૂબ જ ચિંતાનો વિષય બની રહેશે. કેમ કે, હવેથી પહેલી ઓકટોબરથી ફોરેન રેમીટન્સની કિંમત જો સાત લાખથી વધુ થશે તો ફોરેન એકસચેંજ આપતી કંપનીઓએ ફોરેન કરન્સી ખરીદનાર પાસેથી પાંચ ટકા વધુ વસૂલશે. બેન્કિંગ ચેનલથી મોકલવા માગતા હશે તો પણ ગ્રાહક પાસેથી પાંચ ટકા TCS વસૂલાશે. એટલે કે, હવે જો કોઇ વાલીએ પોતાના ફોરેન ભણવા જતા બાળકને ૧૦ લાખનું રેમિટન્સ મોકલવા માટે રૂ. પ૦,૦૦૦ TCS ભરવો પડશે. જો કે, માલ ખરીદી કે ફોરેન એકસચેંજ ખરીદવું બંનેમાંથી એક પણ ટ્રાન્જેકશન આવકવેરાને પાત્ર આવક નથી, છતાં આવા TCS વસૂલ કરવામાં આવી રહ્યા છે. ટીસીએસ ચૂકવનાર ઇન્કમટેકસ રિર્ટનમાં તેની વિગતો રજૂ કરીને રિફંડ મેળવી શકશે.

 

(11:11 am IST)