Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કાલથી બેંક - વાહન સાથે જોડાયેલા નિયમોમાં થશે ફેરફાર

લોન સસ્તી થશે : ન્યુનતમ બેલેન્સ પર રાહત : કેન્દ્રીય સશસ્ત્રદળોને લાભ

નવી દિલ્હી, તા. ૩૦ :  કોરોના કાળમાં સરકારે અનેક પ્રકારની રાહતો આપી જેની સમયમર્યાદા આજે પુરી થઇ રહી છે. બીજીબાજુ ૧ ઓકટોબરથી બેંક, વાહન, ડ્રાઇવિંગ લાઇસન્સ જીએસટી રીટર્ન સહિત અનેક નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે.

એસબીઆઇ લોનની વ્યાજદરોને રેપોરેટ સાથે જોડવા જઇ રહ્યા છે. તેનાથી ગ્રાહકોને અંદાજે ૦.૩૦ ટકા સુધી સસ્તા દરો પર હોમ અને ઓટો લોન મળી શકશે યુનિયન બેન્ક, ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, ફેડરલ બેંક પણ આ નિર્ણય લાભ કરશે.

દેશભરમાં ડ્રાઇવિંદ, વાહનની અરજીનું પ્રમાણપત્રનો રંગ, લુક, ડિઝાઇન અને સુરક્ષા ફિચર એક જેવા હશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઇક્રોચ્પિ તેમજ કયુઆર કોડ હશે. જેનાથી છેલ્લો રેકોર્ડ છુપાવી શકાશે નહીં. તેને રીડ કરવા માટે ટ્રાફિક પોલીસને ટ્રેનિંગ ડિવાઇસ પર અપાશે હવે દરેક રાજયમાં ડીએલ, આરસીનો રંગ સમાન હશે.

એસબીઆઇ મેટ્રો શહેરના ન્યુનતમ બેલેન્સની મર્યાદા પ૦૦૦ થી ઘટાડીને ત્રણ હજાર કરવા કહ્યું છે. સંપૂર્ણ શહેરી વિસ્તારમાં ન્યુનતમ બેલેન્સ રાખવા પર ઓછી ફી આપવી પડશે. ૭પ ટકા ઓછી રકમ હોવા પર જયાં ૮૦ રૂપિયા તેમજ જીએસટી લાગતો હતો ત્યાં હવે ફકત ૧પ રૂપિયા તેમજ જીએસટી આપવો પડશે.

જો  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળના કર્મચારીની સેવા જો સાત વર્ષ પુરી થાય છે તો તેના મોત અંગે પરિવારને અંતિમ વેતનના પ૦ ટકાની બરાબર પેન્શન આપવાના આવે છે. ફેરફાર હેઠળ જો કર્મચારીને સતત સેવાના સાત વર્ષ પૂર્ણ થયા નથી તો પણ તેના પરિવારને પેન્શનનો લાભ મળશે. પાંચ કરોડથી વધુ ટર્નઓવરવાળા કારોબારીઓ માટે જીએસટી રિટર્ન/ ફોર્મ બદલી જશે. તેને જીએસટી એએનએકસ-૧ ફોર્મ ભરવું જરૂરી હશે. જે જીએસટીઆર-૧ની જગ્યા લેશે.

દિલ્હીમાં ગાડીઓ પર હાઇ સિકયોરીટી નંબર પ્લેટ અનિવાર્ય કરી દેવામાં આવી છે. પ્લેટ ન હોવા પર એક થી પાંચ હજારનું ચલણ લાગશે.

(11:25 am IST)