Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

SERO સર્વેનો દાવો

૧૦ વર્ષથી મોટા દર ૧૫માંથી એક વ્યકિતને થયો કોરોના

નવી દિલ્હી,તા.૩૦: આઈસીએમઆરના બીજા સીરો સર્વે પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૦ સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના ૧૫ વ્યકિતઓમાંથી એક વ્યકિત સાર્સ-સીઓવી૨ની ચપેટમાં આવવાનો અંદાજ છે. આ સર્વે વધારે વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત થવાની આશંકા દર્શાવે છે. ICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી સીરો સર્વે રજુ કરતા કહ્યું હતું કે ૧૭ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર સુધી ૨૯,૦૮૨ લોકો (૧૦ વર્ષ અને તેનાથી વધારે ઉંમર) પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૬.૬ ટકામાં સાર્સ-સીઓવી૨ની ચપેટમાં આવી ચૂકયા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. ૭.૧ ટકા વયસ્ક વસ્તી (૧૮ વર્ષ અને તેનાથી વધારે) પણ તેની ચપેટમાં આવ્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. બીજો સીરો સર્વે ઘણી વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત હોવાની આશંકા બતાવે છે.

તેમણે બીજા સીરો સર્વેના હવાલાથી જણાવ્યું કે શહેરી મલિન વસ્તીઓ (૧૫.૬ ટકા), બિન મલિન વસ્તીઓ (૮.૨ ટકા) માં ગ્રામીણ ક્ષેત્રોની (૪.૪ ટકા )સરખામણીમાં સાર્સ સીઓવી૨નો પ્રચાર વધારે છે. ઓગસ્ટ ૨૦૨૦ સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના ૧૫ વ્યકિતઓમાંથી એક વ્યકિત સાર્સ-સીઓવી૨ની ચપેટમાં હોવાનો અંદાજ હતો. બીજો સીરો સર્વે ૨૧ રાજયોના ૭૦ જિલ્લાના ૭૦૦ ગામો અને વોર્ડમાં કરવામાં આવ્યો હતો. જયાં પ્રથમ સર્વે કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોવિડ-૧૯દ્ગક્ન ૪૪૫૩ કેસ છે અને મોતના મામલા ૭૦ છે. જે દુનિયામાં સૌથી ઓછા છે.

(11:25 am IST)