Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

લક્ષ્મી વિલાસ બેંકને ખરીદશે પંજાબ નેશનલ બેંક

રિઝર્વ બેંકે બીજી સરકારી બેંકોને પણ હિસ્સેદારી ખરીદવા કહ્યું

મુંબઇ  તા. ૩૦ : ભારતીય રિઝર્વ બેંકે જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (પીએનબી)ને સંકટમાં આવેલ લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) ના સંભવિત અધિગ્રહણ માટે તૈયાર રહેવા કહ્યું છે જો કિલકસ કેપીટલ સાથેની એલવીબીની પ્રસ્તાપિત વાતચીતનું કોઇ પરિણામ નહી આવે તો તે સ્થિતીમાં પીએનબીએ આગળ આવવું પડશે. આરબીઆઇએ પીએનબી ઉપરાંત અન્ય સરકારી બેંકોને પણ એલવીબીમાં હિસ્સોની ખરીદવા માટે કમર કસવા કહ્યું છે.

પીએનબીના એક ઉચ્ચ સૂત્ર અનુસાર, શુક્રવારે એક પછી એક બનેલી ઘટનાઓએ આખો મામલો પલટાવી નાખ્યો છે. જેના પછી રિઝર્વ બેંકે આ બેંકને તૈયાર રહેવાનું કહી દીધું હતું. સૌ પહેલા શેરધારકોના એક જુથે એલવીબીના સાત ડાયરેકટરોને ફરીથી ચુંટવાનો પ્રસ્તાવ ફગાવી દીધો ત્યાર પછી બેંકે રોજીંદુ પરિચાલન સંભાળવા માટે ડાયરેકટરોની એક કમીટી નિમી દીધી છે પીએનબીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે આ બેંકને બીજી વાણિજયીક બેંકોને સાથે લેવાનો પહેલાથી જ અનુભવ છે. અધિકારીએ કહ્યું કે ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી) અને યુનાઇટેડ બેંકોના મર્જર પછી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં પીએનબીનો વિસ્તાર ઘણો વધ્યો છે. આખા દેશમાં પોતાની હાજરી નોંધાવવા માટે બેંકને દક્ષિણ-ભારતમાં પણ મોટા પાયે પોતાની હાજરી નોંધાવવી પડશે. જો કે આ અધિકારીઓએ પણ સ્પષ્ટતા કરી કે એલવીબી બાબતે અત્યારે પાકા પાયે કંઇ નકકી નથી થયું.

ર૦૦૩માં પીએનબીએ કેરળની એક નાનકડી ખાનગી બેંક નેંડુંગડી બેંકનું અધિગ્રહણ કર્યું હતું આ અધિગ્રહણથી પીએનબીને કેરળના ઝડપથી વધી રહેલ માર્કેટમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવામાં મદદ મળી હતી જો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પીએનબીની હાજરી બહુ સીમિત છે. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે હવે એલવીબીના અધિગ્રહણથી આ કસર પુરી થઇ જશે.

(11:28 am IST)