Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જર્નાલિસ્ટ તથા એન્કર અર્નબ ગોસ્વામીએ વિશેષાધિકાર ભંગ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનની સુનાવણી આજ બુધવારે હાથ ધરાશે

ન્યુદિલ્હી : જર્નાલિસ્ટ તથા એન્કર અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્ર સરકારના વિશેષાધિકારનો ભંગ કર્યાની 60 પાનાની નોટિસ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે તથા એન.સી.પી.પ્રેસિડન્ટ શરદ પવાર માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે.જે એકટર સુશાંત રાજપૂતના મોત મામલે તેઓ માટે હીણપતભરી ભાષાનો ઉપયોગ કરવા અંગે છે.
આ નોટિસનો ઉલ્લેખ ગોસ્વામીએ રિપબ્લિક ટી.વી.ઉપરની પોતાની ચેનલમાં કર્યો છે.અને જણાવ્યું છે કે હું આ બાબતે ઉદ્ધવ ઠાકરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે  ચર્ચા કરવા તૈયાર છું . તથા નોટિસનો સામનો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે વિશેષાધિકાર ભંગ પુરવાર થાય તો એસેમ્બલી દ્વારા શિક્ષા થઇ શકે છે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)