Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટમાં બપોર સુધીમાં વધુ ૪૫ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસનો આંક ૬૧૩૩: આજ દિવસ સુધીમાં ૪૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૮૧.૧૯ ટકાઃ ૮૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત : ૪૫ હજાર ઘરોનો સર્વે : ૪૫ હજાર ઘરોનો સર્વેઃ ૩૩ લોકોને તાવ, શરદી-ઉધરસના લક્ષણો : બ્રહ્મકુંજ સોસાયટી- બિગબજાર સામે, જનતા સોસાયટી - ટાગોર રોડ, જમના પાર્ક - મોરબી રોડ, અમૃતા સોસાયટી - પંચવટી મેઇન રોડ, આશુતોષ સોસાયટી - એરપોર્ટ રોડ, ગુજરાત સોસાયટી - પેડક રોડ, રઘુવીર પાર્ક, સ્ટાર રેસીડેન્સી - સાધુવાસવાણી રોડ, રાધે ક્રિષ્ના સોસાયટી - કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં ૮૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ,તા.૩૦: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૫ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૧૩૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૯૪૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૧.૧૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૭૪૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૮ ટકા થયો  હતો. જયારે ૧૦૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૧૬,૬૧૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૧૩૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  બ્રહ્મકુંજ સોસાયટી- બિગબજાર સામે, જનતા સોસાયટી - ટાગોર રોડ, જમના પાર્ક - મોરબી રોડ, અમૃતા સોસાયટી - પંચવટી મેઇન રોડ, આશુતોષ સોસાયટી - એરપોર્ટ રોડ, ગુજરાત સોસાયટી - પેડક રોડ, રઘુવીર પાર્ક, સ્ટાર રેસીડેન્સી -  સાધુવાસવાણી રોડ, રાધે ક્રિષ્ના સોસાયટી - કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં ૮૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૪૫ હજાર ઘરોનો સર્વેઃ ૩૩ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૪,૯૭૮ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૩૩ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે અલ્કા પાર્ક, રાજનગર, ભવાની નગર, મારૂતીનગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, ધરમનગર, સુભાષનગર, સીતારામ પાર્ક, આસ્થા સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧, ૨૫૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:39 pm IST)