Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

૧ ઓકટોબરથી નવ ફેરફારો

આરોગ્ય, વાહન, વીમા, ટેકસ, ગેસ સહિત કયા ફેરફારથી તમને કેવી રીતે, કેટલો ફાયદો થશે?

મુંબઇ, તા.૩૦: લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીંૅં વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોકયુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે. તેમની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. મોટર વાહન અધિનિયમ, ૧૯૮૯ માં સુધારા અંતર્ગત વાહનના ડોકયુમેન્ટ્સની આઇટી પોર્ટલ દ્વારા જાળવણી થશે.

વાહન ચલાવતી વખતે મોબાઇલ યુઝ કરી શકાશેૅંવાહન ચલાવતી વખતે રૂટ નેવિગેશન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. મોબાઇલ પર વાત કરવા બદલ ૫ હજાર રૂ. સુધીનો દંડ થઈ શકશે.

ખુલ્લી મીઠાઇ પર એકસપાયરી ડેટ લખવી પડશેૅંબજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ એના ઉપયોગ માટેની એકસપાયરી ડેટ દર્શાવવી પડશે. ખાદ્ય નિયામક એફએસએસએઆઇએ એ ફરજિયાત કરી દીધું છે.

આરોગ્ય વીમા પોલિસીમાં ફેરફારૅંવીમા નિયંત્રક ઇરડાના નવા નિયમો મુજબ પોલિસીધારકે સતત ૮ વર્ષ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો કંપનીઓ કલેમ રિજેકટ નહીં કરી શકે. વધુ બીમારીઓ પણ કવર થશે. જોકે એને કારણે પ્રીમિયમ વધી શકે છે.

વિદેશમાં નાણાં મોકલવા પર ૫ ટકા ટેકસૅંવિદેશમાં સંતાનોને કે સંબંધીઓને નાણાં મોકલો કે પ્રોપર્ટી ખરીદો તો જે-તે રકમ પર ૫ ટકા ટીસીએસ ચૂકવવો પડશે. ફાઇનાન્સ એકટ, ૨૦૨૦ મુજબ લિબરલાઇઝડ રિમિટન્સ સ્કીમ હેઠળ વાર્ષિક ૨.૫ લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. એને ટીસીએસના દાયરામાં લવાઈ છે.

સરસિયામાં ભેળસેળ નહીંૅંહવે સરસવનું તેલ (સરસિયું) શુદ્ઘ મળશે. એફએસએસએઆઇએ એમાં બીજાં તેલ મિલાવવા પર રોક લગાવી દીધી છે. અત્યારસુધી એમાં રાઇસ બ્રાન ઓઇલ કે સસ્તાં તેલ મિલાવાતાં હતાં.

કલર ટીવી મોંઘાં થશેકેન્દ્ર સરકારે કલર ટીવીના એસેમ્બલિંગમાં વપરાતા ઓપન સેલ કમ્પોનન્ટની આયાત પર ૫ ટકા કસ્ટમ ડ્યૂટી બહાલ કરી દીધી છે. તેના પર સરકારે એક વર્ષની છૂટ આપી હતી.

ગૂગલ મીટ પર ફ્રી મીટિંગ ૬૦ મિનિટ જૅંઓનલાઇન મીટિંગ માટે ગૂગલ મીટનો ઉપયોગ મર્યાદિત થશે. ફ્રી યુઝર મહત્ત્।મ ૬૦ મિનિટ મીટિંગ કરી શકશે. પેઇડ યુઝર્સ એનાથી લાંબી મીટિંગ કરી શકશે.

ઉજ્જવલા ગેસ-કનેકશન ફ્રી નહીંૅંએલપીજી (રાંધણગેસ) કનેકશન વિનામૂલ્યે મેળવવાની પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે. કોરોનાને કારણે આ તારીખ લંબાવાઈ હતી.

(3:43 pm IST)