Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

એમેઝોન ઈન્ડિયા આ તહેવારોની મોસમ પહેલા ૧,૦૦,૦૦૦ સિઝનલ રોજગારની તક ઉભી કરે છે

આ તહેવારોની મોસમમાં વધતી જતી ગ્રાહકોની માંગને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરતા એમેઝોન ઇન્ડિયા સુરક્ષિત અને ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવાની ક્ષમતા ધરાવે છે

મુંબઇ, તા.૩૦: એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે દેશમાં પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં તહેવારોના મોસમ પહેલા ૧,૦૦,૦૦૦થી વધુ સિઝનલ રોજગારીની તકો ઉભી કરી છે. નવી સિઝનલ રોજગારીની તકો તેના ડિલિવરી અનુભવને વધારવા તથા કંપનીની પરિપૂર્ણતાને વેગ આપવા અને ડિલિવરી ક્ષમતાઓને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે, જેથી આ તહેવારોની મોસમમાં ગ્રાહકોની માંગને પૂરી કરી શકાય.

નવા સહયોગીઓ એમેઝોનના વર્તમાન સહયોગીઓના મજબૂત નેટવર્ક સાથે જોડાશે અને ગ્રાહકોના ઓર્ડરને સલામત અને અસરકાર રીતે પિક, પેક, શિપ અને ડિલિવર કરવામાં સહયોગ આપશે. કંપનીએ આ સમયગાળા દરમિયાન દ્યાતક માંગને પહોંચી વળવા માટે ટ્રકિંગ પાર્ટનર્સ, પેકેજીંગ વિક્રેતાઓ, 'આઇ હેવ સ્પેસ' ડિલિવરી પાર્ટનર્સ, એમેઝોન ફ્લેકસ પાર્ટનર્સ અને હાઉસ કિપીંગ એનજન્સીઓ જેવા અનેક તેના પાર્ટનર નેટવર્કના માધ્યમથી હજારો અપ્રત્યક્ષ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.

આ વર્ષના પ્રારંભમાં, મે મહિનામાં એમેઝોન ઈન્ડિયાએ તેના સમગ્ર ઓપરેશનલ નેટવર્ક અને ગ્રાહક સેવા કેન્દ્રો પર આશરે ૭૦,૦૦૦ મોસમી રોજગારીની તકો ઉભી કરી હતી. આજની જાહેરાત સાથે આ એમેઝોન ઈન્ડિયાની ૨૦૨૫ સુધીમાં ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને તેના લોજિસ્ટિક નેટવર્કમાં સતત રોકાણના માધ્યમથી ૧ લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરવા પ્રત્યેની પ્રતિબદ્ઘતા તરફ વધુ એક પગલું છે.

(3:44 pm IST)