Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મુંગેરની ઘટના પર સંજય રાઉતનો સવાલ : કહ્યું- ભાજપ રાષ્ટ્રપતિ શાસનની માંગણી કેમ કરતું નથી

જો આવી ઘટના મહારાષ્ટ્,પશ્ચિમ બંગાળ કે રાજસ્થાનમાં બની હોત તો

મુંબઈ : મુંગેર ગોળીબારની ઘટનાને લઇ શિવસેનાએ એનડીએની સરકાર પર નિશાન સાંધ્યુ છે. પાર્ટીના પ્રવકતા સંજય રાઉતએ કહ્યું કે મુંગેરની ઘટના હિન્દુત્વપર હુમલો છે. તેમણે કહ્યું કે જો આવી ઘટના મહારાષ્ટ્, પશ્ચિમ બંગાળ કે રાજસ્થાનમાં બની હોત તો રાજ્યપાલ અને ભાજપના નેતા રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરત હવે બિહારના રાજ્યપાલ અને ભાજપના નેતા પ્રશ્ન કેમ ઉઠાવી રહ્યા નથી?

   બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં જે કંઇ થઇ રહ્યું છે તેને જોતા ત્યાં કાયદાનું રાજ બચ્યું છે કયાં? આવો પ્રશ્ન કરી શકાય છે. પરંતુ આ રાજ્ય ભાજપ શાસિત હોવાના લીધે ત્યાં બધું જ બરાબર છે. ગડબડ માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં જ છે

  છેલ્લાં 15 વર્ષથી બિહારમાં નીતીશકુમારનું જ શાસન છે. લાગે છે કે તેઓ એ વાતને ભૂલી ગયા છે. મુંગેર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન પોલીસે ગોળીબાર કર્યો. મૂર્તિનું જબરદસ્તી વિસર્જન કરવા દીધું, ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને 15 લોકો ઘાયલ થયા. પોલીસવાળાઓનું આ કૃત્ય જનરલ ડાયરને પણ લજવનારું હતું, આ પ્રકારનો આક્રોશ શરૂ છે.

(11:40 am IST)