Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

નરેન્દ્રભાઇએ ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતા જાણો

આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન- સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે

અમદાવાદ,તા. ૩૦: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલ અને મહેશ-નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ તેઓ સીધા કેવડિયા પહોંચી ગયા છે. અહીં તેમણે ૧૭ જેટલા પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. જેમાંનું એક આરોગ્ય વન છે. આરોગ્ય વન ૧૭ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં એક વેલનેસ સેન્ટર પણ છે. જેમાં કેરળનો બબીબ અને નિષ્ણાતોનો લાભ પ્રવાસીઓને મળશે.

માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે.

આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન- સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.

અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડોકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.

એકતા નર્સરી

ઙ્ગજુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર ૧૦ એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને અદ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની ૧૦ લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી'એકતા હેન્ડીકાફ્રટ'પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે.ઙ્ગ

આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્ત્િ।ઓ થકી મહિલાઓના 'સેલ્ફ-હેલ્પ ગૃપ' થકી ૩૧૧ કુટુંબોને આર્થિક લાભ મળે છે.

(3:10 pm IST)