Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પુરૂષોમાં હવે જીવલેણ બીમારી 'વેકસાસ' ફેલાવાનો ખતરો !

આ બીમારીથી ૪૦ ટકા દર્દીઓની નસોમાં લોહી જામી જાય છે

વોશિંગ્ટન, તા. ૩૦:  અમેરિકાના વૈજ્ઞાનિકોના અભ્યાસ દરમિયાન તેમને એવી આનુવાંશિક બીમારી જાણવા મળી હતી, જેનાથી હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ બીમારીથી ૪૦ ટકા દર્દીઓની નસમાં લોહી જામી જાય છે. રોજ તાવ આવવો અને ફેફસાની મુશ્કેલીઓ જેવાં લક્ષણ સામે આવ્યા હતા. જે આ બધાંના મોતનું કારણ હતું. અમેરિકાના નેશનલ હેલ્થ કમિશનના શોધકર્તાઓએ આ બીમારીને 'વેકસાસ' નામ આપ્યું છે.

અધ્યયન દરમિયાન શોધકર્તાઓએ સરખાં લક્ષણોવાળા લોકોના સામૂહિકૃત કરવા અને શોધની જગ્યાએ ૨,૫૦૦ લોકોનાં આનુવંશિક પાસાંનો શોધ કરી હતી, જેમાં સોજાની સમસ્યાનાં વ્યાપક લક્ષણો જોવા મળ્યાં હતાં, નેશનલ હ્યુમન જીનોમ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એનએેચજીઆરઆઈ)માં કિલનિકલ ફેલો ડો. ડેવિડ બી. બેકના જણાવ્યા પ્રમાણે આમરી પાસે અનેક એવા દર્દી હતા, જે સોજાની સમસ્યાની પીડાતા  હતા. અમે તેમની સારવાર કરવામાં અસમર્થ હતા.  અમે આ બીમારીની સારવાર કરવા માટે વિપરીત નુસખા અપનાવ્યા હતા. અમે લક્ષણો ઉપર ધ્યાન ન આપતાં આની સારવાર માટે આનુવાંશિક રીતે ઓળખ કરી, પછી અમે વ્યકિતગત રૂપથી જીનોમનું અધ્યયન કર્યું અને પરિણામ તમારી સામે છે.

આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ મધ્યમ આયુ વર્ગના ત્રણ પુરૂષોના જીનોમમાં સમાન મ્યુટેશનની ઓળખ થઈ, જેને યુબીઆઈ૧ કહવામાં આવે છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ વધુ ૨૨ વ્યકિતઓની ઓળખ કરી હતી, જેમાં તાવ અને લોહી જામવા જેવાં સમાન લક્ષણો પણ દેખાયાં હતાં, પરંતુ શોધકર્તાઓને આશકા છે કે વેકસાસ બીમારી માત્ર પુરુષોમાં જ દેખાઈ છે કારણ કે આ એકસ ગુણસૂત્રોથી જોડાયેલી છે, જે પુરુષોમાં માત્ર એક જ હોય છે. આવી સમિતિમાં મહિલાઓમાં આની સંખ્યા વધારે હોવાના કારણે તેઓ સુરક્ષિત છે.

આ શોધનો એક લેખ છપાયા બાદથી વધુ ૨૫ દર્દીઓ મળ્યા છે, પરંતુ શોધના લેખકોનું કહેવું છે કે આની સંખ્યા વધી પણ હોઈ શકે છે. એનબીએસના એક સમાચાર પ્રમાલે અમેરિકામાં ૧૨૫ મિલિયન લોકો આ પ્રકારની સમસ્યાથી લડી રહ્યા છે.

લેખમાં જ છપાયેલા શોધ ટીમથી અલગ લેહડ એન્ડ મેરી કલયેર કિંગના એક શોધકર્તા ડોકટર એફ્રેટના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની આ નવી શોધ આ બીમારીના સુગમ ઈલાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

(3:47 pm IST)