Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભારતીય નેવીની વધુ એક સિદ્ધિ:બંગાળની ખાડીમાં મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ : ટાર્ગેટને કર્યો નષ્ટ

આઈએનએસ કોરામાંથી એન્ટી શીપ મિસાઈલ (AShM)નું પરિક્ષણ કરાયું

નવી દિલ્હી :ભારતીય નેવીએ શુક્રવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે આઈએનએસ કોરામાંથી એન્ટી શીપ મિસાઈલ (AShM)નું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બંગાળની ખાડીમાં તેનું પરિક્ષણ કરાયું હતું. જાણકારી પ્રમાણે આ મિસાઈલે ખુબ જ સટીક નિશાન લગાવ્યું અને ટાર્ગેટને નષ્ટ કરી દીધો હતો

ભારતીય નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, INS કોરાથી છોડવામાં આવેલી મિસાઈલની સૌથી વધારે રેંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિશાન બિલકુલ સટીક લાગ્યું છે. આઈએનએસ કોરા એક કોરા-ક્લાસ જંગી જહાજ છે. જેનો ઉપયોગ આ પ્રકારની મિસાઈલો છોડવા માટે કરવામાં આવે છે. તેનો 1998માં ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ શિપની ડિઝાઈન ભારતીય નેવીના પ્રોજેક્ટ 25એ હેઠળ કરવામાં આવી છે. આ જંગી જહાજમાં KH- 35 એન્ટી શિપ મિસાઈલથી તૈનાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતીય નેવીની પાસે આ પ્રકારના ત્રણ જંગી જહાજો છે. જેમાં આઈએનએસ કિર્ચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.

(7:18 pm IST)