Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ભારતમાં કોરોના કહેર : ૨૪ કલાકમાં ૪૧૮૧૦ નવા કેસ

દેશમાં ૨૪ કલાકમાં ૪૯૬ દર્દીઓના મોત : ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક ૯૪ લાખની નજીક પહોંચ્યો : કુલ ૧,૩૬,૬૯૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવીદિલ્હી, તા. ૨૯ : કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૮૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૩,૯૨,૯૨૦ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૮ લાખ ૨ હજાર ૨૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં ૪,૫૩,૯૫૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૬,૬૯૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૮ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૯૫,૦૩,૮૦૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૧૨,૮૩,૪૪૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫૯૮ કેસ નોંધાયા છે. જેની સામે ૧૫૨૩ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૫ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૯૫૩ થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨૦,૬૭,૧૪ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૪,૭૯૨ છે. આજે રાજ્યમાં કુલ ૬૯,૮૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૦.૯૩ ટકા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં ૩૩૨, અમદાવાદ જિલ્લામાં ૨૫, સુરત શહેરમાં ૨૨૮, સુરત જિલ્લામાં ૫૬, વડોદરા શહેરમાં ૧૩૮, વડોદરા જિલ્લામાં ૪૧ , રાજકોટ શહેરમાં ૯૮, રાજકોટ જિલ્લામાં ૫૩, ગાંધીનગર શહેરમાં ૩૦, ગાંધીનગર જિલ્લામાં ૩૭, બનાસકાંઠામાં ૫૮, મહેસાણામાં ૫૭, પાટણમાં ૫૦, જામનગરમાં ૪૧, ખેડામાં ૩૨, દાહોદમાં ૨૯ સહિત કુલ ૧૫૯૮ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧૫ દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૧૦, સુરતમાં ૨ જ્યારે રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં ૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૩૫૧, અમદાવાદ જિલ્લામાં ૨૭, સુરત શહેરમાં ૧૮૦, સુરત જિલ્લામાં ૪૧, વડોદરા શહેરમાં ૧૨૩, વડોદરા જિલ્લામાં ૨૯ , રાજકોટ શહેરમાં ૮૯, રાજકોટ જિલ્લામાં ૪૩, પાટણમાં ૧૩૦, મહેસાણામાં ૮૦, કચ્છમાં ૭૦, દાહોદમાં ૫૦ સહિત કુલ ૧૫૨૩ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ ૧૪,૭૯૨ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૮૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૪,૭૦૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૮૭, ૯૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(8:16 am IST)