Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

હવે જેમ એન્ડ જવેલરી પાર્સલ કુરિયર મારફત નિકાસ કરી શકાશે

નાના નાના પાર્સલ મોકલવામાં તથા ઇ-કોમર્સમાં મદદ મળશેઃ કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ મંજૂરી આપવામાં આવી

જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રી દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. જે હેઠળ જેમ-જવેલરી પાર્સલ કુરિયર મારફત નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે. જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાવેલાઓ મુજબ, જીજેઇપીસી દ્વારા સરકાર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી. જે પેકીએક રજૂઆતમાં બીટુસી વેપારને પ્રોત્સાહન મળે તથા મોકલવાર નાના નાના વેપારીઓને વેપારમાં સરળતા રહે તે માટે કુરિયર મારફત પણ જેમ-જવેલરી પાર્સલ પરવાનગીની છૂટ આપવા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફેથી મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ, જેમ- જવેલરીના નાના પાર્સલ હવે કુરિયર મારફત નિકાસ કરી શકાશે.

નોંધનીય છે કે, અગાઉ કુરિયર મારફત જેમ-જવેલરી પાર્સલની નિકાસને મંજૂરી નહોતી. વિશ્વના અન્ય દેશોમાં આ પ્રકારની છૂટ હોય ચીન અને અમેરેકા સતિતના દેશના વેપારીઓ સારો વેપાર મેળવી જતા હતા. અમેરિકામાં ૮૦૦ ડોલર સુધીની કિંમતના પાર્સલની નિકાસને મંજૂરી છે. જેના અનુસંધાનમાં ભારતમાં પણ ૮૦૦ ડોલર સુધીની કિંમતના પાર્સલની કુરિયર મારફત નિકાસની મંજૂરી માગવામાં આવી હતી. જોકે, તાજેતરની મંજૂરી અંગે હજુ વધુ સ્પષ્ટતાની આવશ્યકતા દર્શાવાઇ રહી છે. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું ક. આ અંગે જીજેઇપીસીની જૂની માંગણી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને પગલે નાના નાના વેપારીઓ સાહસિકોને વેપારમાં સરળતા થશે. ખાસ કરીને ઇ-કોમર્સના વ્યવસાય મારફત વિદેશમાંથી મળતા ઓર્ડર સપ્લાય કરવામાં પણ મદદ મળશે. જીજેઇપીસીના રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની છૂટ જરૂરી હતી. તાજેતરમાં સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. જે અંગે વધુ વિગતો હજુ સામે આવી નથી. ઉપરાંત જીજેઇપીસી દ્વારા પણ વિવિધ મુદે સરકાર પાસે વધુ માહિતી અને સ્પષ્ટતા માંગવામાં આવી છે. જે વિગતો આવતા ચિત્ર વધુ સ્પષ્ટ થઇ શકશે.

(11:29 am IST)