Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના સંક્રમિત મહિલાએ જન્મ આપેલ બાળકમાં એન્ટીબોડી મળ્યા

ગર્ભાવસ્થા દરમિયાન મહિલા માર્ચમાં સંક્રમિત થતા ૨૦ દિવસ હોસ્પિટલમાં દાખલ હતી

સીંગાપુર,તા. ૩૦: કોરોના વાયરસના એન્ટીબોડી માતાથી બાળકમાં આવી શકે છે. સીંગાપુરમાં આનાથી જોડાયેલ એક અનોખો કેસ આવ્યો છે. અહીં પ્રેગનેન્સી દરમિયાન કોરોના સંક્રમિત માતાએ એક બાળકને જન્મ આપ્યો હતો. પ્રેગનેન્સીની શરૂઆતના મહિનાઓમાં જ માર્ચ દરમિયાન મહિના સંક્રમિત બની હતી. તેણે નવેમ્બરમાં બાળકને જન્મ આપ્યો હતો. તેનામાં કોઇ કોરોનાના લક્ષણ મળેલ નહીં પણ તેની અંદર વાયરસ વિરૂધ્ધ એન્ટીબોડીઝ વિકસીત મળેલ. બાળકની માતા સેલીને જણાવેલ કે કોરોનાની એન્ટીબોડી મારામાંથી મારા બાળકમાં વિકસીત થઇ શકે છે જે દુર્લભ મામલો છે. ડબલ્યુએચઓએ જણાવેલ કે અત્યાર સુધી આવી કોઇ માહિતી સામે આવી નથી. જેથીએ ખબર પડે કે ગર્ભધારણ દરમિયાન ભ્રુણમાં કે જન્મના સમયે માતાથી બાળકમાં કોરના સંક્રમણ ફેલાય શકે છે. ગર્ભમાં બાળકની આસપાસ તરલ પદાર્થમાં કે પછી માતાના દુધમાં એકટીવ વાયરસ નથી મળ્યા.

(2:36 pm IST)