Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને ત્રણ લાખ કરોડનું નુકશાન થયું

શેરબજાર વિક્રમી ઊંચાઈઓ સર કરી રહ્યું છે : ઓક્ટોબરથી રિલાયન્સનું માર્કેટ કેપ સતત ઘટી રહ્યું છે

મુંબઈ, તા. ૩૦ : જ્યાં એકબાજુ શેર બજાર સતત નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે, તો બીજી બાજુ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરથી નવેમ્બરના અંતિમ શુક્રવાર સુધી રિલાયન્સના માર્કેટ કેપમાં લગભગ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો વાત ગત અઠવાડિયાની કરીએ તો ટોપ ટેન કંપનીઓનાં માર્કેટ કેપમાં ૯૧ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં બે તૃતીયાંશ નુકસાન રિલાયન્સને થયું છે.

ઓક્ટોબરથી રિલાયન્સનું માર્કેટ કેપ સતત ઘટી રહ્યું છે જેમાં ૨૩થી ૨૭ નવેમ્બર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૬૦,૮૨૯.૨૧ કરોડ રૂપિયા ઘટીને ૧૨,૨૩,૪૧૬.૯૭ કરોડ રૂપિયા રહી ગયું છે, ૧૬થી ૨૦ નવેમ્બર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૬૯,૩૭૮.૫૧ કરોજ રૂપિયાનું નુકસાન અને માર્કેટ કેપ ઘટીને ૧૨,૮૪,૨૪૬.૧૮ કરોડ રૂપિયા પર આવી ગયું,૯થી ૧૩ નવેમ્બર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૧૮,૩૯૨.૭૪ કરોડ રૂપિયા ઘટીને ૧૩,૫૩,૬૨૪.૬૯ કરોડ, - નવેમ્બરમાં માર્કેટ કેપ ૩૯,૩૫૫.૦૬ કરોડ ઘટ્યું,૧૯-૨૩ ઓક્ટોબર વચ્ચે માર્કેટ કેપ ૪૨,૫૬૭.૦૨ કરોડ રૂપિયા ઘટીને ૧૪,૨૮,૫૧૪.૨૬ કરોડ પર આવી ગયું, ૧૨-૧૬ ઓક્ટોબર વચ્ચે કંપનીનું માર્કેટ કેપ ૪૨,૫૬૭.૦૨ કરોડ રૂપિયા ઘટીને ૧૪,૨૮,૫૧૪.૨૬ કરોડ રૂપિયા થયું, ઓક્ટોબરથી અત્યાર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ,૮૭,૧૦૯.૩૭ કરોડ રૂપિયાનું નુકસાન.

રિલાયન્સના શેરોમાં જબરદસ્ત ઘટાડો થતાં ઓક્ટોબરે કંપનીનો શેર ૨૨૩૬.૬૦ રૂપિયા પર બંધ રહ્યો, ૨૭ નવેમ્બરે કંપનીનો શેર ૧૯૪૭.૦૦ રૂપિયા પર બંધ રહ્યો, ૧૫ કારોબારી દિવસમાં કંપનીના શેરમાં ૨૯૫.૬૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

(7:49 pm IST)