Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

તમારે તમારી સુંદર ગાડીઓનો ઉપયોગ બંધ કરી બાઈસીકલ ઉપર કોર્ટમાં આવવું જોઈએ : હવાઈ પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી અનુસંધાને વકીલોને ચીફ જસ્ટિસ શ્રી બોબડેની સલાહ

ન્યુદિલ્હી :  હવાઈ પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.જેના અનુસંધાને પ્રદુષણ ઘટાડવા માટે હળવી ક્ષણો દરમિયાન ચીફ જસ્ટિસ શ્રી બોબડે એ વકીલોને કહ્યું હતું કે તમારે તમારી સુંદર ગાડીઓનો ઉપયોગ બંધ કરી બાઈસીકલ ઉપર કોર્ટમાં આવવું જોઈએ .

સરકાર વતી સોલિસિટર શ્રી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કમિટીની નિમણુંક કરવામાં આવશે.જે પ્રદુષણ નિયંત્રણ માટે જેતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તથા દેખરેખ રાખશે. સરકાર આ માટે કાયદો પણ લાવવાનું વિચારી રહી છે. સરકારના આ નિર્ણયને ચીફ જસ્ટિસ શ્રી બોબડે એ આવકાર્યો હતો.તથા જણાવ્યું હતું કે કમિટી કાર્યરત થાય ત્યાં સુધી લોકોના આરોગ્યની જવાબદારી સરકારની રહેશે.પ્રદુષણ ફેલાતું અટકાવવાનું કામ કોર્ટનું નહીં સરકારનું છે.
પ્રદુષણ નિયંત્રણ માટે રચાનારી નિવૃત જજ મદન લોકરની  એક વ્યક્તિની કમિટીનો નિર્ણય  અનામત રાખવામાં આવ્યો છે.આગામી સુનાવણી માટે 2 નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે.તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)