Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મોં અને નાક બાદ હવે યૂરિન સેમ્પલથી પણ જાણી શકાશે કે કોરોના પોઝિટીવ છે કે નહીં

કોરોના સંક્રમણની ઓળખ કરવાની નવી શોધ સામે આવી

નવી દિલ્હી : કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રયાગરાજની મોતિલાલ નહેરૂ મેડિકલ કોલેજમાં કોરોના સંક્રમણની ઓળખ કરવાની નવી શોધ સામે આવી છે. આ સંશોધનમાં હવે યૂરિન તપાસ દ્વારા ઓળખી શકાશે કે, કોરોના છે કે નહીં. હાલ આ સંશોધન પર કામ ચાલી રહ્યુ છે, ટૂંક સમયમાં આ સંશોધનના પરિણામ આપણી સામે આવી જશે.

મોતિલાલ નહેરૂ મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં કોરોના સંક્રમિતના યૂરિનને સંશોધન માટે રાખવામાં આવ્યા છે. તેના માટે કોરોનાથી સંક્રમિત 50 લોકોના યૂરિન સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે. શોધ કરેલા રહેલા નિષ્ણાંતોને આ બાબતે યોગ્ય અને સકારાત્મક પરિણામ મળવાની આશા સેવી રહ્યા છે.

કોરોના સંક્રમણની ઓળખ કરવા માટે હાલમાં એક જ પ્રકારની પ્રક્રિયાને ફોલો કરવામાં આવતી હતી. સંબંધિત વ્યક્તિના મો અથવા નાક દ્વારા તેમના સેમ્પલ લેવાની પ્રક્રિયાથી ટેસ્ટ કરવામાં આવતા હતા. જેના આધારે રિપોર્ટમાં નક્કી થતુ હતું કે, કોરોના સંક્રમિત છે કે નહીં.

યૂરિનની તપાસમાં જો કોરોના સંક્રમિત હોવાની વાતની ખરાઈ થશે અને સંશોધનમાં યોગ્ય પરિણામ મળશે તો, નાક અને મોના રિપોર્ટની રાહ જોવાની દર્દીને તકલીફ લેવી પડશે નહીં, જો યુરિનથી આ સંભવ થશે તો જરૂરી નથી કે, સંબંધિત વ્યક્તિ તપાસ કરાવવા જાય, તે જાત પણ આ વાતની પુષ્ટિ કરી શકશે.

(12:00 am IST)