Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદ-વેચાણની મજૂરી પર મહેબુબા મુફ્તીના આકરા પ્રહાર

તાકાત હોય તો ચીનને હટાવો જેણે લદ્દાખમાં જમીન પર કબ્જો કર્યો

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનના ખરીદ-વેચાણને મંજૂરી આપી છે. ત્યારે મોદી સરકારના આ નિર્ણયના બાદ મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી  વિરોધ કરી રહી છે. ત્યારે આ દરમિયાન પોલીસ કાર્યવાહી સામે મહેબૂબા મુફ્તીએ આક્રોશ ઠાલવ્યો છે.

   મહેબૂબા મુફ્તીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમીન છિનવી રહ્યા છો. ત્યારે હિંમત હોય તો ચીન હાંકી કાઢો કે જેમણે લદ્દાખમાં ભારતની જમીન પચાવી પાડી છે. મુફ્તીએ કહ્યું કે ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરના સંસાધન-લૂંટવા માંગે છે. દિલ્હીમાંથી રોજ એક ફરમાન બહાર પાડવામાં આવે છે. જો તમારી પાસે એટલી જ તાકાત હોય તો ચીનને હટાવો. કે જેણે લદ્દાખમાં જમીન પર કબ્જો કર્ય છે. તેઓ ચીનનું નામ લેવાથી પણ ધ્રૂજે છે.

(12:00 am IST)