Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

હર્ડ ઇમ્યુનીટીથી મહામારીને હરાવવાની આશા બેકારઃ રસીના અનેક ડોઝનો ઉપયોગ કરવો પડશે

બીજીવાર કોરોના સંક્રમિત થયેલા વૈજ્ઞાનિકનો દાવો

નવી દિલ્હી, તા.૩૦: વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સંક્રમતિ દર્દીઓના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ પર પ્રયોગ કરી રહેવા વૈજ્ઞાનિકે પોતાને બીજીવાર કોરોના સંક્રમિત કરી દીધો છે. પોતાની બીજી વાર કોરોના ગ્રસ્ત કરનારા વૈજ્ઞાનિકે કહ્યું કે તેમણે ઈમ્યુનિટીને વધારે સારી રીતે સમજવા માટે આમ કર્યુ. ૬૯ વર્ષીય ડોકટર એલેકજેન્ડ શિપરે કહ્યું કે કોરોનાથી બનનારી એન્ટી બોર્ડીઝના વલણ, મજબૂતી અને શરીરમાં હાજર રહેતા સમયે રિવ્યું કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જોયું કે એન્ટી બોડીઝ ઝડપથી ઓછી થઈ રહી છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બીજી વાર કોરોના સંક્રમણ થયા બાદ ખબર પડી કે બિમારી બાદ ત્રીજા મહિનાના અતે એન્ટી બોડીની ખબર પડી શકી નહોંતી. તેમણે કહ્યું કે મારા બિમારી થયાના ૬ મહિના બાદ એન્ટી બોડી ઘટી ગઈ હતી અને કોરોનાથી સુરક્ષા આપનાર એન્ટી બોડી ૬ મહિનામાં ખતમ થઈ ગઈ. જયારે બીજી વાર સંક્રમિત થવા પર હોસ્પિટલ દાખલ થવું પડ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે તેઓ પહેલીવાર ફ્રાન્સમાં ફેબ્રુઆરીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. સાજા થયા બાદ તેમણે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કલીનિકલ એન્ડ એકસપેરિમેન્ટલ મેડિસીનમાં કોરોના વાયરસની એન્ટી બોડી પર અધ્યયન શરુ કર્યુય આ દરમિયાન તેમણે લક્ષણો તરીકે ગળામાં ખરાશનો અનુભવ કર્યો . તેમનું બીજી વારનું સંક્રમણ પહેલા કરતા વધારે ગંભીર હતુ. ૫ દિવસમાં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું છે. તેમજ અને સુંદ્યવા ઉપરાંતની ક્ષમતાઓ પર  અસર પડી હતી. એટલુ જ નહીં ૨ અઠવાડીયા બાદ પણ સેમ્પલમાં તે પકડમાં નહોતું આવ્યું. અધ્યયના બાદ આવેલા પરિણામમાં ડો.એ કહ્યું કે હર્ડ ઈમ્યુનિટીથી મહામારીને હરાવવાની આશા બેકાર છે.

શિપરે કહ્યું કે આપણને એવી રસીની જરુર છે જે વારંવાર લઈ શકાયય એક વાર એડેનોવાયરલ વેકટર આધારિત રસીથી લીધા બાદ આપણે તેને બીજીવાર લેવા લાયક નહીં હોઈએ. કેમ કે એડેનોવાયરસ ઈન્જેકશન વારંવાર દખલ દેશે. કોરોનાને ખતમ કરવા રસીના અનેક ડોઝનો ઉપયોગ કરવો પડશે.

(10:11 am IST)