Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પેટ્રોલમાં ભેળવાતાં ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો : શેરડીના ખેડૂતોને થશે ફાયદો

કેબિનેટ કમિટીએ ઇથેનોલના ભાવ વધારાના આપી મંજૂરી

શેરડીમાંથી નીકળતા અને પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતા ઇથેનોલના ભાવમાં પ્રતિ લિટરે ૩.૩૪ રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલમાં ઇથેલોન મિક્સ કરવાથી શેરડીના ખેડૂતોને ફાયદો થાય છે અને પેટ્રોલનું આયાત બિલ ઘટે છે.

   વડાપ્રધાન  મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શેરડીમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવમાં ૩.૩૪ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. હાલમાં એક લિટર ઇથેનોલનો ભાવ ૫૯.૪૮ રૂપિયા છે. જે ડિસેમ્બર, ૨૦૨૦થી શરૂ થતા પુરવઠા વર્ષથી વધીને ૬૨.૬૫ રૂપિયા થઇ જશે.

 માહિતી અને પ્રસારણ મંત્રી  પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે સી હેવી મોલાસેસમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૪૩.૭૫ રૂપિયાથી વધારીને ૪૫.૬૯ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે બી-હેવીમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૫૪.૨૭ રૃપિયાથી વધારી ૫૭.૬૧ રૃપિયા કરવામાં આવ્યો છે.

(10:22 am IST)