Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઇન્‍ટરનેટ ઉપર સનસનાટી મચાવી ચૂકેલા ‘બાબા કા ઢાબા'ના નામે પૈસાની હેરાફેરી ખુલીઃ યુટયુબર દ્વારા ભેગા કરાયેલા રૂપિયા માલિક સુધી પહોંચ્‍યા જ નથી

નવી દિલ્હી: ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી ચૂકેલા બાબા કા ઢાબા નામ પર પૈસાની હેરફેરની વાત સામે આવી રહી છે. હેરફેર ડોનેશનના પૈસામાં થયું છે.   મામલે YouTuber લક્ષ્ય ચૌધરીએ હાલમાં આરોપ લગાવ્યો છે કે દાન સ્વરૂપે ભેગા કરાયેલા રૂપિયા 'બાબા કા ઢાબા'ના માલિક કાંતપ્રસાદ સુધી પહોંચ્યા નથી.

જાગો ડોનર જાગો

લક્ષ્ય ચૌધરીએ 26 ઓક્ટોબરના રોજ એક વીડિયો  'JAAGO DONOR JAAGO' નામથી અપલોડ કર્યો હતો. વીડિયોમાં લક્ષ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે વૃદ્ધ જોડા માટે ફાઈનાન્શિયલ હેલ્પ નામથી યુટ્યૂબર ગૌરવ વાસનએ ઓનલાઈન અભિયાન ચલાવ્યું અને પૈસા ભેગા કર્યા. પરંતુ તે કાંતાપ્રસાદને આપવામાં આવ્યા નથી.

ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું બાબા કા ઢાબા

8 ઓક્ટોબરના રોજ બાબા કા ઢાબાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. વીડિયોમાં ઢાબાના માલિક કાંતાપ્રસાદ રોતા રોતા કહેતા હતા કે દુનિયાભરમાં ચાલી રહેલી મહામારી વચ્ચે તેમની આવક 100 રૂપિયા કરતા પણ ઓછી હતી. વીડિયો યુટ્યૂબર ગૌરવ વાસને શૂટ કરીને પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો અને દિલ્હીવાસીઓને વૃદ્ધ કપલને મદદ કરવાની ભલામણ કરી હતી. તેમણે લોકોને આર્થિક મદદ કરવાનું પણ કહ્યું હતું.

ગૌરવ વાસને આપ્યો જવાબ

લક્ષ્યના આરોપોના જવાબમાં ગૌરવે કહ્યું કે તેમણે કોઈ કૌભાંડ કર્યું નથી. ગૌરવ વાસને કહ્યું કે મારી પાસે 3.35 લાખ રૂપિયા ભેગા થયા હતા. જેમાંથી 2.33 લાખ રૂપિયાનો ચેક મે કાંતાપ્રસાદને આપી દીધો છે અને એક લાખ રૂપિયા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. અંગે બહુ જલદી હું બેંક સ્ટેટમેન્ટ શેર કરીશ.

(4:45 pm IST)