Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વિયતનામમાં તોફાને ભયંકર તબાહી મચાવતા 35થી વધુ લોકોનો ભોગ લીધો : 50થી વધુ લાપતા

ભૂસ્ખલન, હોડીઓ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની

હનોઇ : વિયતનામમાં આવેલા તોફાને ભયંકર તબાહી મચાવતા 35થી વધારે લોકોનો ભોગ લઇ લીધો છે. વિયતનામ સરકારના નિવેદન મુજબ વિતેલા 20 વર્ષમાં આ સૌથી ભયાનક તોફાન હતું જેમાં અનેક સ્થળો નષ્ટ થઇ ગયા છે અને ભૂસ્ખલન, હોડીઓ ડૂબી જવાની અનેક ઘટનાઓ બની હતી.

વિયતનામ સરકારી મીડિયા મુજબ તોફાનની ઝપેટમાં આવીને ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા જ્યારે 50થી વધુ ગુમ થયા હતા. તોફાનમાં મરનારાઓમાં 12 માછીમારો સામેલ છે, તોફાનમાં તેઓની હોડી ડૂબી ગઇ હતી. આ સિવાય 14 અન્ય માછીમારો ગુમ છે. જોકે સરકારી પ્રશાસન એમ પણ સ્પષ્ટતા આપી ચૂક્યુ હતું કે મૃત્યુઆંક વિશે ચોક્કસપણ જણાવી શકાય એમ નથી. તે વધી પણ શકે છે.

વિયતનામના મધ્યભાગમાં તોફાને ભારે તબાહી મચાવી હતી જેથી અહીં ભૂસ્ખલનના કારમે 19થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. રાહત કાર્ય કરી રહેલી ટીમ મુજબ 40થી વધારે લોકો કીચડમાં દટાયા હોવાની આશંકા છે. અહીં બુલડોઝર્સની મદદથી કાદવ હટાવી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

(6:08 pm IST)