Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ક્રિકેટર યુવરાજસિંહ બન્યો બિઝનેસમેન : સ્ટાર્ટઅપકંપનીમાં ખરીદ્યો હિસ્સો:સૌથી મોટા રોકાણકાર થયો

ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ સ્ટાર્ટઅપ વેલવર્સ્ડમાં રોકાણ કરીને મોટો હિસ્સો મેળવ્યો

નવી દિલ્હી : ક્રિકેટર યુવરાજસિંહે ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ સ્ટાર્ટઅપ વેલવર્સ્ડમાં રોકાણ કરીને મોટો હિસ્સો મેળવ્યો છે. આ રોકાણ સાથે તે કંપનીમાં સૌથી મોટો રોકાણકાર બની ગયો છે. જોકે તેમણે રોકાણની રકમ જાહેર કરી નથી.

Wellversedના સહ-સ્થાપક અનન ખુરમાએ જણાવ્યું કે, યુવરાજે કંપનીના 100 કરોડના મૂલ્યાંકન આધારે હિસ્સો હસ્તગત કર્યો હતો. આ રોકાણની સાથે યુવરાજ કંપનીમાં સૌથી મોટો રોકાણકાર બની ગયો છે.

યુવરાજે જણાવ્યું કે, અમારા ફાઉન્ડેશન અને અમારી બ્રાન્ડ વાયડબ્લ્યુસી દ્વારા અમે લોકોના જીવનમાં સુધારણા માટે સતત કામ કરી રહ્યા છીએ, પછી ભલે તે ખોરાક હોય કે સારવાર... એક ખૂબ જ આકર્ષક નામ છે. તેમના ઉત્પાદનો આરોગ્ય સાથે સંબંધિત છે. અમારી પાસે એક સરસ સુમેળ છે અને સાથે મળીને અમે વધુ સારા ઉત્પાદનો બનાવી શકીએ છીએ. સ્ટાર્ટઅપ Wellversedની વર્ષ 2018માં સ્થાપના થઈ હતી. જોકે હવે યુવરાજ આ સ્ટાર્ટઅપના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહેશે.

(6:58 pm IST)