Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમેઠીમાં મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દીધો : ત્રણ આરોપીની ધરપકડ

કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ દખલ કરતા અધિકારીઓએ તાત્કાલિક કામ લાગી ગયા

ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી ફરી એકવાર કાળજૂ કંપાવતી ઘટના બની છે એક દલિત મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગુરૂવાર રાતે દલિત સરપંચના પતિને ઉઠાવી જઈને જીવતો સળગાવી દીધો હતો. જે બાદ તેની દેહ અડધો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવા જણાવ્યુ હતું. જો કે, લખનઉ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનુ મોત થઈ ગયુ હતું. મોતની ખબર આવતા જ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના મુંશીગંજના બંદોઈયા ગામની છે. અહીં ગામના સરપંચ છોટકાના પતિ અર્જૂન (40) ગુરૂવારે સવારે ઘરેથી નિકળ્યા હતા. પરિવારનો આરોપ છે કે, ગામના જ અમુક લોકોએ તેમને ઉઠાવી ગયા હતા, જ્યારે અર્જૂન ખૂબ મોડુ થયુ હોવા છતાં પણ ઘરે પાછા ન આવતા તેમના દિકરા સુરેન્દ્રએ પોલીસને જાણ કરી હતી. રાતે લગભગ સાડા દશ વાગ્યાની આસપાસ અર્જૂન અડધો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, મૃતકનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કોણે તેની સાથે આવુ કર્યુ તેના વિશે વાત કરી રહ્યો છે. આ ઘટના બાદ પરિવારના લોકોએ પણ તેના પર આરોપ લગાવ્યો છે.

ત્યારે આ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ દખલ કરતા અધિકારીઓએ તાત્કાલિક કામ લાગી ગયા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસે 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જ્યારે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે. બાકીના આરોપીઓને પણ જલ્દીથી પકડી લેવામાં આવશે તેવુ પોલીસ જણાવી રહી છે.

(7:07 pm IST)