Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

એનડીએ સરકારે ચાર કરોડથી વધુ બનાવટી રેશનકાર્ડ રદ કરી નાખ્યા

જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચવાની ખાતરી આપી છે

નવી દિલ્હી : કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે હાલની એનડીએ સરકારે ચાર કરોડથી વધુ બનાવટી રેશનકાર્ડ રદ કરી નાખ્યા છે અને જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચવાની ખાતરી આપી છે

 . તેમણે કહ્યું કે યુપીએ અટલ બિહારી વાજપેયીના સમયની યોજનાઓને બદલીને તેને ફૂડ સિક્યુરિટી એક્ટ ગણાવ્યો હતો, પરંતુ લોકોને યોગ્ય રીતે મદદ મળી નથી, તેને સતામણી કરવામાં આવી છે

(12:36 am IST)
  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST