Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

અમેરિકાના કેટલાક રાજ્યોમાં ઉલટફેર થવાના એંધાણ

ટ્રમ્પ માટે અમેરિકામાં આવેલી આર્થિક મંદી, લોકોની મોટી સંખ્યામાં બેરોજગારી, જાતિવાદ જેવા મુદ્દાનો રાષ્ટ્રપતિ પાસે કોઈ જવાબ નથી

નવી દિલ્હી,તા. ૩૧: અમેરિકામાં ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિપદ માટે મતદાન થવાનું છે. આવામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન એવાં રાજયો પર લાગેલું છે, જે તેમની જીતની રાહ સરળ કરી શકે છે. આવામાં બંનેમાંથી અમેરિકાની સત્ત્।ા પર કોણ સત્ત્।ારૂઢ થશે? એ એક સવાલ છે, જેનો જવાબ મોટા ભાગે જો બાઇડનના પક્ષમાં મળી રહ્યો છે. વિદેશી બાબતોના જાણકાર કમર આગા પણ માને છે કે જો બાઇડન હાલ ટ્રમ્પથી ઘણા આગળ છે. તેમનું માનવું છે કે અમેરિકા આ ચૂંટણીમાં જાતિવાદનો મુદ્દો ડેમોક્રેટ જોરશોરથી ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં જ એક અશ્વેત નાગરિકની હત્યા સહિત અન્ય આવા મામલા ટ્રમ્પ પર ભારે પડી શકે છે.

ટ્રમ્પ માટે અમેરિકામાં આવેલી આર્થિક મંદી, લોકોની મોટી સંખ્યામાં બેરોજગારી, જાતિવાદ જેવા મુદ્દાનો રાષ્ટ્રપતિ પાસે કોઈ જવાબ નથી. આર્થિક સમસ્યાની વાત કરીએ તો એ વર્ષ ૨૦૦૮થી અમેરિકામાં દેખાઈ રહી છે. વળી હાલના સમયમાં

અમેરિકાની કેટલીય મોટી કંપનીઓ અન્ય દેશોમાં જતી રહી છે. અમેરિકામાં જયારે આર્થિક મંદી આવે છે ત્યારે ત્યાં જાતિવાદની ઘટનાઓમાં વધારો થાય છે. જાતિવાદને માનતા લોકોની એક મોટી સંખ્યામાં ટ્રમ્પને ટેકો આપે છે.

ફ્લોરિડા, પેનસિલવેનિયા, ઓફહ્યયો, મિશિગન. એરિઝોના અને વિસ્કોઝિન રાજયોમાં ટ્રમ્પે જીત નોંધાવી હતી. જોકે ૨૦૦૮ અને ૨૦૧૨માં આ રાજયોમાં ડેમોક્રેટ ઉમેદવાર જીત્યા હતા. અમેરિકાની ઇલેકશન એનાલિટિકસ વેબસાઇટ મુજબ આશરે ૩૫ રાજયો એવાં છે જયાં બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળે એમ છે. આ રાજયો સિવાય જયોજિંયા, ઇઓવા, મિનિસોટા, નવાદા, ન્યુ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને ટેકસાસ સામેલ છે.

આગાની નજરમાં ટ્રમ્પનો મિલિટરી ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેકસથી જોડાયેલા લોકોનું સમર્થન હાંસલ છે. એને કારણે ટ્રમ્પની એ વિચારધારા છે, જે પૂરી દુનિયામાં અમેરિકી હથિયારોને વેચવામાં જોતરાયેલી છે. ટ્રમ્પે જયારથી સત્ત્।ા હાંસલ કરી છે-ત્યારથી તેઓ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફસ્ટનું સૂત્ર આપ્યું હતું. જોકે તેમનું કહેવું છે કે બાઇડનને અહીં મોટા પાયે વોટ મળી શકે એમ છે. જોકે ટ્રમ્પને કેટલાંક રાજયોમાં એકતરફી મતો મળે તો તેઓ બાઇડન પર ભારે પડી શકે એમ છે. આ પહેલાંની ચૂંટણીમાં ટ્રમ્પના મુકાબલે મેદાનમાં ઊતરેલી હિલેરી કિલન્ટનને ટ્રમ્પથી વધુ પોપ્યુલર વોટ હાંસલ થયા હતા, પણ છતાં તેઓ ટ્રમ્પથી હારી ગયા હતા.

(11:27 am IST)