News of Thursday, 1st October 2020
અટકાયત બાદ ગેસ્ટ હાઉસથી રાહુલ ગાંધી અને પ્રિયંકાને છોડી દેવાયા : બંન્ને નેતા દિલ્હી રવાના
બંન્ને નેતાઓએ રાજ્યમાં જંગલરાજ હોવા અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને પોલીસે ગેંગરેપની પીડિતાના પરિવારની મુલાકાત માટે હાથરસ જતા પહેલા ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ-વે પર રોકી લીધા હતા. પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યાં તેમને ગેસ્ટ હાઉસ લાવવામાં આવ્યા. હવે રાહુલ-પ્રિયંકાને થોડી દેવામાં આવ્યા છે અને બંન્ને નેતા દિલ્હી માટે રવાના થઈ ગયા છે.
આ પહેલા બંન્ને નેતાઓએ રાજ્યમાં જંગલરાજ હોવા અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમને અહંકારી સરકારનો બળપ્રયોગ રોકી શકે નહીં.
(6:39 pm IST)