News of Tuesday, 1st December 2020
લગ્નમાં જવાનો મોહ ટાળો..
લગ્ન માણવા આવેલ ૧૫ને કોરોના વળગ્યો
લગ્નની મજા ઉપર પાણી ફરી વળ્યુઃ માંડવાને બદલે હોસ્પિટલ ભેગા
મુંબઇ,તા.૧: ઔરંગાબાદના સિડકો એન-૬ વિસ્તારમાં રહેતા એક યુવકના ૨૭ નવેમ્બરના રોજ લગ્ન નક્કી થયા હતા. કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે તકેદારી રાખી યુવકના પરિવારજનો અને સગાસંબધી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. એક તરફ યુવકને હલદી લગાવવાની વિધિ પાર પડી રહી હતી અને ઘરના મહિલાઓ મહેદી કાઢવામાં વ્યસ્ત હતી. તેવામાં યુવકના કાકા અને તેનો પુત્ર પોઝીટીવ નિકળ્યા હતા તેમના પોઝીટીવ આવવાથી અન્યોની પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કુલ ૧૫ સગા સંબંધીઓ કોરોના પોઝીટીવ નિકળતા તમામને વધુ સારવાર અર્થે કોરોના સેન્ટરમાં ખસેડવા પડવા હતા અને લગ્ન મુલત્વી રાખવા પડ્યા હતા.
(11:38 am IST)