મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

માનવામાં ન આવે પરંતુ અમેરિકામાં ૩ લાખ ભારતીય ગરીબ સ્થિતિમાં જીવે છે. ૩ લાખ ભારતીય અમેરીકનો ગરીબ રેખા હેઠળ છે. કોરોનાની વિકટ સ્થિતિમાં હજુ ગરીબી વધે તેવી સંભાવના.

વોશિંગ્ટનઃ ખરેખર કોઈ માની નહી શકે પરંતુ તે હકીકત છે કે અમેરિકામાં વસી રહેલા લગભગ 42 લાખ ભારતીય અમેરિકનોમાંથી 6.5 ટકા એટલે કે ત્રણ લાખ ભારતીય અમેરિકનો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. તેમા પણ કોરોનાના લીધે તેમા ગરીબીમાં વધારો થવાની સંભાવના છે.

જોન હોપકિન્સ સ્થિત પોલ નીત્જ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના દેવેશ કપૂર અને જશ્ર બાજવાત દ્વારા ભારતીય અમેરિકન વસતીમાં ગરીબીના વિષય પર કરવામાં આવેલા સંશોધનના પરિણામોને ગુરુવારે ઇન્ડિયાસ્પોરા પરોપકાર સમ્મેલન 2020માં જારી કરવામાં આવ્યુ. કપૂરે જણાવ્યું હતું કે બંગાળી અને પંજાબી ભાષી ભારતીય અમેરિકનોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે.

કપૂરે જણાવ્યું હતું કે તેમાથી એક તૃતિયાંશ લોકો તો શ્રમબળનો હિસ્સો પણ નથી, જ્યારે લગભગ 20 ટકા લોકોની પાસે અમેરિકન નાગરિકત્વ પણ નથી. ઇન્ડિયાસ્પોરાના સ્થાપક એમઆર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ દ્વારા અમે હવે સૌથી વધુ વંચિત ભારતીય અમેરિકાની પરિસ્થિતિઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છીએ છીએ. આમ અમેરિકામાં વસતી ભારતીયો સમૃદ્ધ જ હોય છે તે વાતમાં સંપૂર્ણ સત્ય નથી.

રંગાસ્વામીએ જણાવ્યું હતું કે કોરોનાના લીધે આરોગ્ય અને અર્થવ્યવસ્થા પર પડતા પ્રભાવને ધ્યાનમાં રાખતા આ યોગ્ય સમય છે જ્યારે સામાન્ય રીતે સમૃદ્ધ માનવામાં આવતા આપણા સમાજમાં ગરીબી  અંગે જાગૃતિ પેદા કરવામાં આવે અને આ મુદ્દાને ઉઠાવવામાં આવે.

રંગાસ્વામીને જણાવ્યું હતું કે મને આશા છે કે આ રિપોર્ટથી આ વિષય તરફ ધ્યાન આકર્ષિત થશે અને હકારાત્મક ફેરફાર માટે પગલા ઉઠાવવામાં આવશે. કપૂરના જણાવ્યા મુજબ આ અભ્યાસથી ભારતીય અમેરિકન સમાજની દરિદ્રતાની વિસ્તૃત સ્થિતિની ખબર પડી છે. જો કે આમ છતાં પણ શ્વેત, અશ્વેત અને હિસ્પેનિક અમેરિકન સમાજની તુલનાએ ભારતીય અમેરિકનો ગરીબીનો સામનો કરી શકે તેવી સંભાવના ઓછી છે.

(8:42 pm IST)