મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જણાવેલ કે હાથરસ કેસ ના આરોપીને ઉદાહરણરૂપ આકરો દંડ મળશે : યુ.પી સરકાર માતા બહેનોની સુરક્ષા માટે સંકલ્પ બદ્ધ છે

લખનઉ: હાથરસ કેસ અંગે પ્રતિક્રિયા આપતા યોગી આદિત્યના એ ટ્વીટ કરીને જણાવ્યું કે,ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને નુકસાન પહોંચાડનારા વિચાર રાખનારાઓનું નાશ સુનિશ્ચિત છે. તેમને એવું દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે. તમારી યૂપી સરકાર દરેક માતા-બહેનની સુરક્ષા અને વિકાસના હેતુ માટે સંકલ્પબદ્ધ છે. અમારુ સંકલ્પ છે-વચન છે.”

આ વચ્ચે એ પણ જાણકારી મળી રહી છે કે હાથરસના ડીએમ અને એસપી વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. રિપોર્ટ મુજબ બંને અધિકારીઓ પર કાર્યવાહી થઇ શકે છે. જે પ્રકારે હાથરસ વહીવટી તંત્રએ આ સંપૂર્ણ કેસને હેન્ડલ કર્યુ છે તેનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ નારાજ છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી આસાર જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે હાથરસની એક યુવતી સાથે ગેંગરેપ થયો હતો. આરોપ છે કે ગેંગરેપ પછી આરોપીઓએ યુવતીની જીભ કાપી નાંખી હતી અને મણકા તોડી દીધા હતા. પીડિતાની સ્થિતિ બગડતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મંગળવારે સવારે તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધી. રાજ્યની પોલીસ પર કેસ પર પોતુ વાળવામાં આવી રહ્યુ છે તેવા આરોપ લાગ્યા છે. હાથરસ કેસને લઇને વિપક્ષી પાર્ટીઓએ યૂપીની કાયદા વ્યવસ્થા પર સીએમ યોગી તથા વહીવટી તંત્રને આડે હાથે લીધા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(8:55 pm IST)