મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

બેંગલુરૃના કેપીટીસીએલ પ્લાંટમાં ગેસ ગળતરથી લાગેલ આગમાં ૧પ અધિકારી ઘાયલઃ ભયનો માહોલ

બેંગલુરૃના યેલાહંકામાં આવેલ કર્નાટક પાવર ટ્રાંસમિશન કોર્પોરેશન લીમીટેડ (કેપીટીસીએલ) પ્લાંટમાં ગેસ ગળતર પછી આગ લાગવાથી ત્યાં કામ કરી રહેલ ૧પ અધિકારી ઘાયલ થયા. બેંગલુરૃ નોર્થ-ઇસ્ટના ડીસીપી સી. કે. બાબાના મુતાબિક ફાયરબ્રિગેડની ૭ ગાડી સ્થળ પર મોકલી આગ બુઝાવી નાખવામાં આવી.

(9:59 pm IST)