મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

પહેલાં જ દિવસે બર્ગર કિંગનો IPO ૩.૧૩ ગણો છલકાયો

બીજી ડિસેમ્બરે કંપનીએ મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે : રિટેલ રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડવા સાથે રિટેલ રોકાણકારોનો ભાગ ૧૫.૫૪ ગણો છલકાયો

મુંબઈ, તા. ૩ : બર્ગર કિંગનો આઇપીઓ પહેલાં જ દિવસે કુલ ૩.૧૩ ગણો છલકાઇ ગયો હતો. તે પૈકી રિટેલ ભાગ ૧૫.૫૪ ગણો, ક્યુઆઇબી ૦.૧૬૭ અને એનઆઇઆઇ ભાગ ૦.૭૧ ગણો ભરાયો હતો. બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. ૧૦ની ફેસવેલ્યુ અને રૂ. ૫૯-૬૦ની પ્રાઇસબેન્ડ ધરાવતાં ૬ કરોડ શેર્સના આઇપીઓ સાથે તા. ૨જી ડિસેમ્બર મૂડીબજારમાં પ્રવેશી હતી. કંપનીનો ઇસ્યુ ૪થી ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓ ખૂલ્યાના પહેલાં જ દિવસે રિટેલ રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડવા સાથે રિટેલ રોકાણકારોનો ભાગ ૧૫.૫૪ ગણો છલકાઇ ગયો હતો. રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇન્ટરનેશનલ ક્યુએસઆર ચેઇન પૈકીની એક ગણાતી કંપની કુલ રૂ. ૮૧૦ કરોડનો ઇશ્યૂ યોજી રહી છે. તેમાંથી ક્યુએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ન્યૂનતમ ૨૫૦ અને ત્યારપછી ૨૫૦ શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. ૮૧૦ કરોડ (૧૩.૫૦ કરોડ શેર્સ)ની છે. તેમાંથી રૂ. ૪૫૦ કરોડ (૭.૫ કરોડ શેર્સ)નો ફ્રેશ ઇશ્યૂ તેમજ ઓફર ફોર સેલ રૂ. ૩૬૦ કરોડ (૬ કરોડ શેર્સ)ની છે.

મહત્વનું છે કે ગઈ કાલે આઈપીઓ ખુલ્યા બાદ સવારના ૧૨.૩૦ વાગ્યા સુધી બર્ગર કિંગના શેર ૧.૫ વખત સબ્સ્ક્રાઇબ થયા છે. આ આઈપીઓની ડિમાન્ડ એટલી મોટી હતી કે માત્ર બે જ કલાકમાં આ આઈપીઓ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો.

મે ૨૦૨૦ માં, બર્ગર કિંગે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ માટે રાઇટ્સ ઇશ્યૂ જારી કર્યો હતો. બર્ગર કિંગે ત્યારબાદ ૧.૩૨ કરોડ શેર અલૉટ કર્યા હતો. બર્ગર કિંગે રોકાણકારોને ૪૪ રૂપિયા પ્રતિ શૅરનો હિસ્સોથી અલૉટ કર્યા હતા અને ૫૮ કરોડ રૂપિયા ઉભા કર્યા

બર્ગર કિંગે તેના આઈપીઓમાં ૪૫૦ કરોડ રૂપિયાની ફ્રેશ ઇશ્યૂ છે. આ સિવાય કંપનીના પ્રમોટર ક્યુએસઆરએશિયા તેના ૬ કરોડ શેર વેચશે, જેની કિંમત ઉપર પ્રાઇઝ બેન્ડ અનુસાર ૩૬૦ કરોડ રૂપિયા થશે. આ ફંડનો ઉપયોગ કંપની નવા સ્ટોર્સ ખોલવા અને દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. હાલમાં બર્ગર કિંગના દેશભરમાં ૨૬૮ સ્ટોર્સ છે. તે માંથી ૮ ફ્રેન્ચાઇઝી છે જે એરપોર્ટ પર છે અને બાકીની કંપનીઓ છે.

(12:00 am IST)