મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

મહાત્મા ગાંધીના વિચારોનો અમેરિકામાં ફેલાવો કરાશે : સંસદની પ્રતિનિધિ કમિટીએ કાનૂન તૈયાર કર્યો : ભારત તથા અમેરિકા વચ્ચે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગના વિચારોનું આદાન પ્રદાન કરાશે

વોશિંગટન : અમેરિકાની સંસદની પ્રતિનિધિ કમિટીએ કાનૂન તૈયાર કર્યો છે.જે મુજબ ભારત તથા અમેરિકા વચ્ચે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગના વિચારોનું આદાન પ્રદાન કરાશે જેનો હેતુ આ બંને મહાનુભાવોના  વિચારોનો ફેલાવો કરવાનો છે.

આ કાનૂનનો મુસદ્દો માનવ અધિકાર કાર્યકર્તા તથા પૂર્વ સાંસદ સ્વ.જોન લેવિસે તૈયાર કર્યો હતો.જેને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ સમર્થન આપ્યું હતું .આ કાનૂન અંતર્ગત અમેરિકા ભારત પબ્લિક પ્રાઇવેટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરાશે જેના નેજા હેઠળ બંને દેશો વચ્ચે મહાત્મા ગાંધી તથા માર્ટિન લ્યુથર કિંગના અહિંસક વિરોધ કરવાની પ્રણાલીનો વ્યાપ વધારવાની સાથે અહિંસાનો પ્રચાર કરાશે .

(11:59 am IST)