મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

" અમેરિકન મલ્ટી એથનિક કોલીશન ઇન્ક. ( AMEC ) " : અમેરિકામાં જુદી જુદી સંસ્કૃતિ ધરાવતી 24 કોમ્યુનીટી માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશન : કોંગ્રેસમેન ડેની કે ડેવીસના 79 માં જન્મદિન નિમિત્તે બેલવુડમાં સૌપ્રથમ" ડેની કે ડેવિસ મલ્ટી એથનિક કોલીશન સેન્ટર "ખુલ્લું મુકાયું : તમામ 24 કોમ્યુનિટીના આગેવાનો દ્વારા ભારે આવકાર : પોતાના જન્મદિવસે ઓર્ગેનાઇઝેશન માટે નવા સેન્ટરની ભેટ આપવા બદલ કોંગ્રેસમેન ડેની કે ડેવિસનું ચંદનમાળા પહેરાવી , શાલ ઓઢાડી , તથા હૈદરાબાદી પાઘડી પહેરાવી બહુમાન કરાયું

શિકાગો : અમેરિકન મલ્ટી એથનિક કોલીશન ઇન્ક. ( AMEC )  ના ઉપક્રમે તાજેતરમાં 6 સપ્ટે. રવિવારના રોજ કોંગ્રેસમેન ડેની કે.ડેવિસનો 79 મો જન્મદિવસ ઉજવાઈ ગયો.
ડોનર્સ ગ્રો મુકામે કરાયેલી ઉજવણીમાં અમેરિકન મલ્ટી એથનિક કોલીશન ઇન્ક.( AMEC )  ના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન ડો.વિજય પ્રભાકરે બેલવુડમાં સૌપ્રથમ " ડેની કે ડેવિસ મલ્ટી એથનિક કોલીશન સેન્ટર "  ખુલ્લું મુકાઈ રહ્યું હોવાની ઘોષણા કરી હતી.કે જે અમેરિકાના  જુદા જુદા 24 એથનિકનું પ્રતિનિધિત્વ કરશે.
આ તકે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ ડેની કે ડેવિસને જુદી જુદી કોમ્યુનિટી માટે સમાનતા ,સ્વતંત્રતા ,તેમજ નૈતિકતાના આધારસ્તંભ ગણાવ્યા હતા. ઉપરાંત  MEATF ના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના ચેરમેન ઈન્ડોનેશિયન અમેરિકન માર્ટિનો તંગકરએ નવા સેન્ટરને તમામ  માટે આશાસ્પદ ગણાવ્યું હતું .
AMEC સીનીઅર સીટીઝન કો-ઓર્ડીનેટર શ્રીમતી દીપ્તિ શાહએ આરતી સાથે કોંગ્રેસમેન ડેની કે ડેવિસનું સ્વાગત કર્યું હતું .AMEC સીનીઅર ચેર શ્રી નાગેન્દ્ર શ્રીપાદ ,તથા MEATF ટ્રેઝરર શ્રી જેરોમ અથીઝમએ ડેની કે ડેવિસને સુખડનો હાર પહેરાવી સન્માન્યા હતા. અમેક પ્રેસિડન્ટ ડો.વિજય પ્રભાકર તથા MEATF યુથ ચેર ડો. રાની યુસફજઈએ હૈદરાબાદી પાઘડી પહેરાવી ડેની કે ડેવિસને સન્માનિત કર્યા હતા.ઇકે પ્રેસિડન્ટ શ્રી વિનિતા ગુલાબનીએ અમેરિકન ફ્લેગ દોરેલી શાલ ઓઢાડી ડેની કે ડેવિસને સન્માનિત કર્યા હતા.
 મલ્ટી એથનિક ટાસ્ક ફોર્સમાં 10 વર્ષની વોલન્ટિયર્સ સર્વિસ માટે ડેની કે ડેવિસે  શ્રી કિશોર મહેતાને ' MEATF ડેની કે ડેવિસ પ્રતીકાત્મક બર્થ ડે એવોર્ડ 2020 '  એનાયત કરી બહુમાન કર્યું હતું. છેલ્લા બે દાયકાથી કોમ્યુનિટી સેવાઓ માટે કાર્યરત શ્રી નિરંજન નથવાણીને MEATF વૉલન્ટીર સર્વિસ એવોર્ડ 2020 આપી સન્માનિત કરાયા હતા.ડેની કે ડેવિસે શ્રી સંતોષ કુમારનું MEATF કોવિદ -19 રિલીફ એન્ડ રેસ્ક્યુ હીરો એવોર્ડ 2020 થી બહુમાન કર્યું હતું.
આ તકે કોંગ્રેસમેન ડેની કે ડેવિસે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વ્યાપ્ત ભૂખમરો ,ગરીબી અને હિંસા સામે લડત એવી તે આપણી પ્રાથમિકતા છે.જે માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે.તે ઉપરાંત શ્રી મેહતા ,શ્રીમતી કુમાર ,તથા શ્રી નથવાણી જેવા સેંકડો વોલન્ટિયર્સ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.કે જેઓ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી રહ્યા છે. પાકિસ્તાની ઇરાનિયન અમેરિકન ડો. રાની યુસુફજઈએ જણાવ્યું હતું કે બેલવુડમાં મલ્ટી એથનિક કોલીશન સેન્ટર ખુલ્લું મુકવાની ઘટના ડેની કે ડેવીસના જુદી જુદી કોમ્યુનિટી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે.
બાદમાં જુદી જુદી કોમ્યુનિટીના અગ્રણીઓએ ડેની કે ડેવિસનું સન્માન કર્યું હતું.તેમજ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.જેમાં ગેરાડ મુરાર ,ટુમીયા રુમેરો ,ડો.શ્રીનિવાસ રેડ્ડી ,શ્રી અમર ઉપાધ્યાય ,આચાર્ય શ્રી રોહિત જોશી ,શ્રી રવિ ગોવિંદરાજ ,ડો.ગ્લેડિસ ફોલોરંશો ,ફ્રેડ ડેવિસ ,ક્લેટોન બોય્ડ ,શ્રી ચંદ્રકાન્ત મોદી ,સુશ્રી હિના ત્રિવેદી ,શ્રી વિજેન્દર દોમાં ,શ્રી પ્રદીપ કુંડીમાલા ,શ્રી જૈનબ તબસ્સી બીબી ,શ્રી ગુરુસ્વામી ,ડો.ઝેનોબિયા સોવેલ ,જોન્સન સુક્કા ,તથા શિર જયંતા સહિતનાઓ સમાવેશ થતો હતો તેવું શ્રી સુરેશ બોડીવાલાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

 

(12:54 pm IST)