મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ભાજપમાં ડખા :સ્વામીએ અમિત માલવીયને હટાવવા માગણી કરી

આઈટી સેલ બદનામ કરતો હોવાનો સાંસદનો આરોપ :આઇટી સેલના કેટલાક સભ્યો બોગસ આઇડી બનાવીને હુમલા કરી રહ્યા હોવાનો ભાજપના સાંસદનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૯ :ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ પક્ષની નેતાગીરી સામે નવો મોરચો ખોલતાં એવી ધમકી ઉચ્ચારી છે કે પક્ષના આઇટી સેલના વડા અમિત માલવીયને જો ૨૪  કલાકમાં હટાવાય તો પોતે એમ સમજશે કે પક્ષ તેમને બચાવવા માગતો નથી. પક્ષમાં બીજી કોઇ વ્યવસ્થા નહીં હોવાથી મારે જાતે મારો બચાવ કરવો પડશે.

આજે સવારે ટ્વીટર પર સ્વામીએ આ ધમકી લખી હતી. આમ તો મંગળવારથી જ એ અમિત માલવીય સામે મોરચો ખોલી બેઠા હતા. અત્યાર અગાઉ પણ એ ભાજપની આઇટી શાખા પર એક કરતાં વધુ વખત હુમલા કરી ચૂક્યા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આઇટી સેલના કેટલાક સભ્યો બોગસ આઇડી બનાવીને મારા પર હુમલા કરી રહ્યા હતા. હવે મારા ચાહકો એ રીતે બોગસ આઇડી તૈયાર કરીને મારા વતી હુમલા કરે તો મારી જવાબદારી નહીં.

હકીકતમાં સુબ્રહ્મણ્યમ સ્વામી ભાજપમાં રહીને ભાજપના સંસદ સભ્ય હોવા છતાં સતત ભાજપ પર હુમલા કરતા રહ્યા હતા. એમના કેટલાંક નિવેદનો  પક્ષ માટે નીચાજોણું થાય એવા બની રહ્યા હતા. કેટલાંક નિવેદનો પક્ષ માટે મુશ્કેલી વધારનારા બની રહ્યાં હતાં. આમ છતાં પક્ષની નેતાગીરી એમને સહી લેતી હતી. એ એક અનિવાર્ય અનિષ્ટ જેવા બની રહ્યા હોવા છતાં ભાજપની નેતાગીરી એમની સામે ડાયરેક્ટ એક્શન લેતી નહોતી. એટલે સ્વામી મનફાવે તેમ કરતા રહ્યા હતા.

સ્વામીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે અમિત માલવીયની આગેવાની હેઠળ ભાજપની આઇટી શાખા મને સતત ટ્રોલ કર્યા કરે છે. પક્ષની નેતાગીરીએ એને રોકવું જોઇએ.

(12:00 am IST)